'આઉટ ઑફ લવ'ની સેકન્ડ સીઝન માટે કુન્નુર જવા ઉપડશે રસિકા દુગલ

20 September, 2020 05:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

'આઉટ ઑફ લવ'ની સેકન્ડ સીઝન માટે કુન્નુર જવા ઉપડશે રસિકા દુગલ

રસિકા દુગલ

રસિકા દુગલ ‘આઉટ ઑફ લવ’ની સેકન્ડ સીઝન માટે ખૂબ એક્સાઇટેડ છે. પહેલી સીઝનમાં તેની સાથે પૂરબ કોહલી અને સોની રાઝદાન પણ જોવા મળી હતી. આ શોને અનેક અવૉર્ડ્સ પણ મળ્યા છે. શોમાં ડૉક્ટર મીરા કપૂરનું પાત્ર ભજવનાર રસિકા દુગલે કહ્યું હતું કે ‘હું આ શોમાં કામ કરવા માટે, શોમાં વધુ ટાઇમ સુધી દેખાવા માટે અને લાંબા શૂટિંગનો અનુભવ લેવા માટે પણ ખૂબ ઉત્સાહી હતી. ડૉક્ટર મીરા કપૂર અને એ સીઝનમાં તેની ઇમોશનલ જર્નીને ભજવવી એ દરેક કલાકારની ઇચ્છા હોય છે. અવૉર્ડ્સ મળવા અને દર્શકો વતી પ્રેમ મળવો એ અમારે માટે મોટી વાત છે. સેકન્ડ સીઝનમાં મીરાને અલગ પ્રકારના પડકાર સાથે દેખાડવામાં આવશે. આ સીઝનમાં કામ કરવા માટે હું ખૂબ આતુર છું. એના શૂટિંગ માટે હું બે મહિના માટે કુન્નુરમાં રોકાઈશ. ઘણા મહિના સુધી ઘરમાં રહ્યા બાદ હું હવે પહાડોની આ સુંદરતાને નિહાળવા માટે ખૂબ ઉત્સાહી છું.’

entertainment news web series