Zee5 પર આવશે મુંબઈને ધ્રુજાવી દેનારી ઘટના 26/11

23 January, 2020 04:25 PM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

Zee5 પર આવશે મુંબઈને ધ્રુજાવી દેનારી ઘટના 26/11

26/11 આતંકવાદી હુમલો

આતંકવાદી હુમલામાં દેશને સૌથી મોટો ઝાટકો આપનારી મુંબઈની ૨૬/૧૧ની ઘટના પર ઝી નેટવર્કનું વેબ પ્લૅટફૉર્મ Zee5 લાવી રહી છે. ૧૦ એપિસોડમાં વહેંચાયેલી આ સિરીઝ કૉન્ટિલો પિક્ચર્સ પ્રોડ્યુસ કરે છે. ‘બ્લૅક ટૉર્નેડોઃ ધ થ્રી સેજિસ ઑ મુંબઈ ૨૬/૧૧’ બુક પર આધારિત આ વેબ-સિરીઝની સૌથી મોટી ખાસિયત એ છે કે બુક પરથી સ્ક્રિપ્ટ તૈયાર કરવાનું કામ અમેરિકન સ્ક્રિપ્ટ-રાઇટર જોસુઆ ક્લેડવેલ કરે છે. કૉન્ટિલો પિક્ચર્સના સીઈઓ અભિમન્યુ સિંહે કહ્યું હતું કે ‘આ આખી ઘટના માત્ર મુંબઈ જ નહીં, દેશના તમામેતમામ લોકોની નજરમાં સ્ટોર થઈ ગઈ છે, પણ એ કેવી રીતે આગળ વધી અને ત્રણ રાત દરમ્યાન શું બન્યું અને કેવી રીતે ઑપરેશન પાર પાડવામાં આવ્યું એના વિશે ડિટેલમાં કોઈને ખબર નથી, જે આ વેબ-સિરીઝ પછી ખબર પડશે.’

નૅશનલ સિક્યૉરિટી ગાર્ડે આ આખી ઘટના કેવી રીતે જોઈ અને ઑપરેશન દરમ્યાન કેવી-કેવી મુશ્કેલીઓ તેણે અનુભવી એ દૃષ્ટ‌િકોણથી એપિસોડ તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો : આવે છે બિગ બૉસ ગુજરાતી?

૨૬/૧૧ની ઘટના દરમ્યાન શું બન્યું એ તો આ વેબ-સિરીઝમાં સમાવવામાં આવશે પણ સાથોસાથ આ આખી ઘટનાના મૂળમાં હતો એ ડેવિડ કૉલમૅન હેડલીએ આ ઘટનામાં કામ કેવી રીતે શરૂ કર્યું એ વાતને પણ દર્શાવવામાં આવશે. ડેવિડ અત્યારે અમેરિકન પોલીસના કબજામાં છે અને તેના પર આ ઘટનાના ષડ્‍યંત્રનો કેસ ચાલે છે.

web series 26/11 attacks television news Rashmin Shah