બેઅર ગ્રિલ્સ સાથે ફરી શો કરશે રણવીર સિંહ

04 August, 2022 04:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શોને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હોવાથી એના બીજા બે એપિસોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે

રણવીર વર્સસ વાઇલ્ડ વિથ બેઅર ગ્રિલ્સ

રણવીર સિંહ ફરી સપ્ટેમ્બરમાં ઍક્શન મોડમાં જોવા મળશે. તે ‘રણવીર વર્સસ વાઇલ્ડ વિથ બેઅર ગ્રિલ્સ’માં જોવા મળ્યો હતો. આ શોને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હોવાથી એના બીજા
બે એપિસોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ઇન્ટરઍક્ટિવ આ શોને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હોવાથી એના વધુ બે એપિસોડને બૅક-ટુ-બૅક શૂટ કરવામાં આવશે. આ શોમાં તે દિલધડક દૃશ્યો ભજવતો જોવા મળશે. આ માટે તે જાન પર જોખમ આવે એવાં દૃશ્યો પણ ભજવતો જોવા મળશે. આ શોનું શૂટિંગ ક્યાં કરવામાં આવશે એનું લોકેશન હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું.

entertainment news Web Series web series netflix ranveer singh