ઇન્સ્પેક્ટર અવિનાશ દ્વારા રણદીપ હુડાની ડિજિટલ એન્ટ્રી

28 November, 2020 07:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્સ્પેક્ટર અવિનાશ દ્વારા રણદીપ હુડાની ડિજિટલ એન્ટ્રી

રણદીપ હુડા

રણદીપ હુડા વેબ-સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાનો છે. ઉત્તર પ્રદેશના ઇન્સ્પેક્ટરની રિયલ લાઇફ પર આધારિત આ શો છે. વેબ-સિરીઝને નીરજ પાઠક ડિરેક્ટ કરશે તેમ જ તેની સાથે મળીને આ શોને ક્રિષ્ન ચૌધરીએ પણ પ્રોડ્યુસ કર્યો છે. ટૂંક સમયમાં એનું શૂટિંગ શરૂ થવાનું છે. શો વિશે રણદીપે કહ્યું હતું કે ‘હું આ નવા ચૅલેન્જિંગ રોલ્સને લઈને હંમેશાં આતુર હોઉં છું. ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’ દ્વારા મને એક નવી તક મળી છે. પોલીસની રિયલ લાઇફ પર આધારિત આ શો ખૂબ જ પ્રેરણાદાયક અને ઇન્ટરેસ્ટિંગ છે.’

entertainment news web series randeep hooda