ઓકે કમ્પ્યુટર

30 September, 2020 04:34 PM IST  |  Mumbai | Nirali Dave

ઓકે કમ્પ્યુટર

રાધિકા આપ્ટે અને વિજય વર્મા

‘શિપ ઑફ થિસિયસ’ નામની અવૉર્ડ-વિનિંગ ફિલ્મ બનાવનારા આનંદ ગાંધીનો વધુ એક રસપ્રદ પ્રોજેક્ટ આવી રહ્યો છે. આનંદ ગાંધીએ ‘મેમેસિસ કલ્ચર લૅબ’ નામની પોતાની પ્રોડક્શન-કંપની હેઠળ ‘ઓકે કમ્પ્યુટર’ નામની મિની-સિરીઝ બનાવી છે. ‘ઓકે કમ્પ્યુટર’ સાયન્સ-ફિક્શન જોનરની કૉમેડી સિરીઝ છે, જેનું હાલમાં પોસ્ટ-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે અને એ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે. આ સિરીઝમાં રાધિકા આપ્ટે અને વિજય વર્મા લીડ રોલમાં છે. કૉમેડી, સાયન્સ-ફિક્શન અને મૉક્યુમેન્ટરી પ્રકારનો આ શો દર્શકોને એ પૅરૅલલ દુનિયામાં લઈ જશે જેનો અનુભવ કોઈને ક્યારેય નથી થયો. આ પ્રકારનો વિષય હજી સુધી કોઈ ફિલ્મમેકરે ઇન્ટ્રોડ્યુસ નથી કર્યો એટલે કંઈક નવું સિનેરસિકોને જોવા મળશે.

‘ોકે કમ્પ્યુટર’નાં શૂટ અમદાવાદમાં પણ થયાં છે. વિજય વર્માએ આ નવા પ્રોજેક્ટ વિશે કહ્યું કે ‘ઓકે કમ્પ્યુટર એક મિની-સિરીઝ છે, પણ એને ગ્રૅન્ડ લેવલ પર બનાવવામાં આવી છે. હું આ શોમાં ભવિષ્યના પોલીસ ઑફિસરનો રોલ કરું છું. આ પ્રકારનો કન્સેપ્ટ ભારતમાં જોવા નથી મળ્યો એટલે કામ કરવાનો અનુભવ રોમાંચક રહ્યો.’

entertainment news web series radhika apte hotstar