‘રુદ્ર’નું શૂટિંગને લઈને નર્વસ છે રાશિ ખન્ના

29 July, 2021 11:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શો દ્વારા અજય દેવગન તેનું ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે

રાશિ ખન્ના

રાશિ ખન્નાનું કહેવું છે કે તે ‘રુદ્ર : ધ એજ ઑફ ડાર્કનેસ’ના શૂટિંગને લઈને થોડી નર્વસ છે. આ શો દ્વારા અજય દેવગન તેનું ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે. આ શોમાં તેની સાથે ઘણા ઍક્ટર્સ કામ કરી રહ્યા છે. રાજેશ માપુસકર દ્વારા આ શોને ડિરેક્ટ કરવામાં આવી રહ્યો છે. રાશિ હાલમાં સાઉથની ચાર ફિલ્મો અને શાહિદ કપૂર સાથેની રાજ અને ડીકેની વેબ-સિરીઝમાં પણ કામ કરી રહી છે. અજય દેવગન સાથે કામ કરવા વિશે રાશિએ કહ્યું હતું કે ‘આ શોનું શૂટિંગ કરવા માટે હું ઉત્સાહી હોવાની સાથે નર્વસ પણ છું. આ શોની હું ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહી હતી.’

entertainment news Web Series web series