‘મની હાઇસ્ટ’ જોવા માટે કર્મચારીઓને જાહેર રજા

01 September, 2021 11:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘નેટફ્લિક્સ ઍન્ડ ચિલ’ હૉલિડેની જાહેરાત કરી જયપુરની એક કંપનીએ

‘મની હાઇસ્ટ’ જોવા માટે કર્મચારીઓને જાહેર રજા

નેટફ્લિક્સ પર આવી રહેલી ‘મની હાઇસ્ટ’ની છેલ્લી સીઝનનો પહેલો પાર્ટ ૩ સપ્ટેમ્બરે રજૂ થશે. આ શો દુનિયાભરમાં ખૂબ ફેમસ છે. જયપુરની એક કંપનીએ તેમના કર્મચારીઓ આ શો જોઈ શકે એ માટે જાહેર રજા રાખી છે. વર્વ લૉજિક નામની આ કંપનીએ સોશ્યલ મીડિયા પર આ જાહેરાત કરી છે અને એને જોઈને દરેક લોકો તેમની વાહવાહી કરી રહ્યા છે. કંપની દ્વારા સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું કે લોકો ખોટાં બહાનાં કાઢીને રજા માગે એટલા માટે નહીં, પરંતુ અમને ખબર છે કે કેટલીક વાર કામના સ્થળે વધુ એનર્જી માટે ચિલ કરવું જરૂરી છે. આથી જ તેમણે ‘નેટફ્લિક્સ ઍન્ડ ચિલ’ની જાહેરાત કરી છે. આ માટે તેમની કંપની ત્રીજી સપ્ટેમ્બરે બંધ રહેશે. આ રજા આપવા પાછળનો હેતુ ફક્ત એટલો જ કે તેમના કર્મચારીઓની મેન્ટલ હેલ્થને ધ્યાનમાં રાખીને એક દિવસ ઘરે બેસીને તેમણે જે કરવું હોય એ કરવાની છૂટ આપવામાં આવી છે. નેટફ્લિક્સના ધ્યાનમાં આ વાત આવતાં તેમણે એને એક અદ્ભુત પગલું ગણાવ્યું છે.

Web Series web series money heist entertainment news