પ્રિયાંશુ પેનયુલીની મિર્ઝાપુર 2માં એન્ટ્રી

07 May, 2020 08:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રિયાંશુ પેનયુલીની મિર્ઝાપુર 2માં એન્ટ્રી

લૉકડાઉન શરૂ થયા બાદ સોશ્યલ મીડિયા પર ‘મિર્ઝાપુર’ની બીજી સીઝન ક્યારે આવશે એ સવાલ ટ્રેન્ડિંગ બન્યો છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની આ ગૅન્ગસ્ટર ડ્રામા સિરીઝ હિટ બન્યા બાદ ચાહકો બીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શોમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, વિક્રાંત મૅસી, દિવ્યેન્દુ શર્મા, શ્વેતા ત્રિપાઠી, રસિકા દુગ્ગલ સહિતના કલાકારો છે. પહેલી સીઝનમાં ઘણાં પાત્રોનું મૃત્યુ થઈ જાય છે એટલે બીજી સીઝનમાં નવાં પાત્રો સાથે શોને એક્સપ્લોર કરવામાં આવશે. લગભગ આ વર્ષના અંતમાં રિલીઝ થનારા શોમાં નવા કલાકારો કોણ છે અને શોમાં શું કરવાના છે એ જાણવા માટે ફૅન્સ ઉત્સુક છે.

 આ નવાં કૅરૅક્ટર્સની યાદીમાં અભિનેતા પ્રિયાંશુ પેનયુલીનું નામ જોડાયું છે. ‘રૉક ઑન 2’, ‘હાઇજૅક’, ‘ભાવેશ જોશી સુપરહીરો’, ‘વન્સ અગેન’ જેવી ફિલ્મોમાં જોવા મળેલા પ્રિયાંશુ પેનયુલી ‘મિર્ઝાપુર’ની બીજી સીઝનમાં મહત્ત્વના પાત્રમાં જોવા મળશે. તેણે ઑગસ્ટ ૨૦૧૯માં વારાણસીમાં શૂટિંગ પણ કર્યું હતું. પ્રિયાંશુ તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ક્રિસ હેમ્સવર્થની ફિલ્મ ‘એક્સટ્રૅક્શન’માં પણ કામ કરી ચૂક્યો છે.

entertainment news web series amazon prime