'ચૉક્ડ'નો લીડ રોલ પહેલાં પ્રિયંકા ચોપડા અને મૃણાલ ઠાકુરને ઑફર થયો હતો

09 June, 2020 05:12 PM IST  |  Mumbai | Nirali Dave

'ચૉક્ડ'નો લીડ રોલ પહેલાં પ્રિયંકા ચોપડા અને મૃણાલ ઠાકુરને ઑફર થયો હતો

નેટફ્લિક્સ પર તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ચૉક્ડ: પૈસા બોલતા હૈ’ ૨૦૧૬માં થયેલા ડિમૉનેટાઇઝેશનનું બૅકડ્રૉપ ધરાવે છે. અનુરાગ કશ્યપ નિર્દેશિત આ ફિલ્મમાં સૈયામી ખેર અને રોશન મૅથ્યુ લીડ રોલમાં છે અને તેમના અભિનયની પ્રશંસા થઈ રહી છે. જોકે તમને એ જાણીને નવાઈ લાગશે કે સૈયામી ખેર પહેલાં આ લીડ રોલ પ્રિયંકા ચોપડા અને મૃણાલ ઠાકુરને ઑફર થયો હતો!

અનુરાગનું કહેવું છે કે ‘મેં અગાઉ આ રોલ માટે પ્રિયંકા ચોપડાનો સંપર્ક કર્યો હતો, પણ તે અમેરિકા જઈને વ્યસ્ત થઈ ગઈ હતી. ત્યાર બાદ મેં મૃણાલ ઠાકુર સાથે પણ વાતચીત કરી હતી, કારણ કે ‘લવ સોનિયા’માં મને તેનું કામ ગમ્યું હતું,પરંતુ આ રોલ ગ્લૅમર વગરનો હતો અને મૃણાલ ૧૦ વર્ષના બાળકની મમ્મીનું પાત્ર ભજવવા તૈયાર નહોતી એથી વાત ન બની. ૨૦૧૭માં સૈયામી ખેરને ફાઇનલ કરવામાં આવી. તેને સાડી પહેરવાની હતી, વાળ સીધા કરવાના હતા અને એકદમ ડી-ગ્લૅમ થવાનું હતું અને આ રોલ તેણે બખૂબી ભજવ્યો છે.’

entertainment news web series anurag kashyap priyanka chopra