ગર્લ્સ પાવરનું જબરદસ્ત નિરુપણ કરતી સિરીઝ `બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાય`નું ટ્રેલર રિલીઝ

06 March, 2024 07:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સિસ્ટરહુડ, ફેન્ડશિપ અને ગર્લ્સ પાવરનું જબરદસ્પ વર્ણન દર્શાવતી સિરીઝ બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાયનું ટ્રેલર(big girls dont cry trailer ) રિલીઝ કરવામાં આવ્યું છે.

બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાય (સ્ક્રીનશોટ/યુટ્યુબ)

Big Girls Don`t Cry Trailer: ભારતના સૌથી પ્રિય મનોરંજન પ્લેટફોર્મ પ્રાઇમ વિડિયોએ આજે ​​તેની આગામી હિન્દી સીરિઝ, "બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાય"નું ટ્રેલર લોન્ચ કર્યું છે. નિત્યા મેહરા દ્વારા બનાવવામાં આવેલી આ સીરિઝ નિત્યા મેહરા, સુધાંશુ સરિયા, કરણ કાપડિયા અને કોપલ નૈથાની દ્વારા સહ-નિર્દેશિત કરવામાં આવી છે, જેમાં દરેક તેમના પોતાના બોર્ડિંગ સ્કૂલના અનુભવો પર આધારિત વાર્તામાં વ્યક્તિગત સ્પર્શ ઉમેરે છે. "બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાય"નું પ્રીમિયર 14 માર્ચે ભારતમાં અને વિશ્વભરના 240થી વધુ દેશો અને પ્રદેશો (Big Girls Don`t Cry Trailer)માં પ્રાઇમ વિડિયો પર થશે.

આ સીરિઝમાં સ્ટાર્સ અવંતિકા વંદનાપુ (લુડો), અનીત પદ્દા (રૂહી), દલાઈ (પ્લગી), વિદુષી (કાવ્યા), લાક્યિલા (જે.સી), અફરા સૈયદ (નૂર), અને અક્ષિતા સૂદ (દિયા) છે. પ્રતિભાશાળી સ્ટાર્સ છે, જે મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. તેની સાથે પૂજા ભટ્ટ, રાયમા સેન, ઝોયા હુસૈન અને મુકુલ ચઢ્ઢા મુખ્ય ભૂમિકામાં છે.    

આ સીરિઝ પ્રાઇમ મેમ્બરશિપમાં ઉમેરવામાં આવેલી નવીનતમ ઓફર છે. ટ્રેલર પ્રખ્યાત વંદના વેલીમાં ચાલતી બોર્ડિંગ લાઇફની ઝલક આપે છે. જ્યાં સાત છોકરીઓનું ગ્રુપ શાળાના કેમ્પસ પર શાસન કરવાના નિર્ધાર સાથે શાળામાં તેમના અંતિમ વર્ષની તૈયારી કરે છે. કાવ્યા યાદવ, એક બહારની છોકરી મિત્રો બનાવવા અને અદ્ભુત જીવન જીવવાની આશા સાથે કેમ્પસમાં જોડાય છે. નૂરની નજર શાળાની કેપ્ટન બનવા પર છે, જ્યારે લુડો રમતગમતની કેપ્ટનશીપ મેળવવાની તૈયારીમાં છે. રૂહી અને જે.સી. જ્યારે તેણી તેના સૌંદર્ય વ્યવસાયને સફળ બનાવવામાં વ્યસ્ત છે, ત્યારે પ્લગીએ તેની પોતાની ભવ્ય અને મોટી યોજનાઓ બનાવી છે. દિયા વર્ગની ઘંટડી વાગે તે પહેલાં શાળાની દિવાલ પર કૂદવાનું આયોજન કરે છે.

વંદના વેલીની પ્રિન્સિપાલ બનેલી પૂજા ભટ્ટે જણાવ્યું હતું કે, “મેં બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાય" માં કામ કરવા માટે તૈયાર થઈ હતી કારણ કે તેની વાર્તા, વાતાવરણ અને પાત્રોએ મારા પર પ્રભાવ પાડ્યો હતો. અનિતા જે ક્યારેય પોતાના મનની વાત કરવામાં અને પ્રશ્નો પૂછવામાં ડરતી નથી,એનું પાત્ર ભજવવામાં મને ખૂબ જ આનંદ થયો. મને જે સીરિઝમાં સૌથી વધુ જો કંઈ ગમ્યું હોય તો તે છે પાત્રો પોતાની ઊંડી સમજણ વિકસાવે છે અને લિંગ પૂર્વગ્રહો અને સ્ટીરિયોટાઇપ્સને તોડવાનો પ્રયાસ કરે છે. આ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું, કારણ કે તે ખાતરી કરે છે કે આ પાત્રો દર્શકો માટે સારા રોલ મોડેલ બનશે."

સીરિઝમાં લુડોની ભૂમિકા ભજવી રહેલી અવંતિકાએ પોતાનો અનુભવ શેર કર્યો અને કહ્યું, “જીવનમાં ભાગ્યે જ કોઈને લુડો જેવી ભૂમિકા ભજવવાની તક મળે છે. જ્યારે પણ મને નિત્યા મેહરા અને આશી દુઆ જેવી અદ્ભુત મહિલાઓ સાથે કામ કરવાનું અને સેટ પર મારી સાથી છોકરીઓ સાથે સમય પસાર કરવાનું યાદ આવે છે, ત્યારે હું કૃતજ્ઞતાથી ભરાઈ જાઉં છું. રુહીનું પાત્ર ભજવતા અનીતે કહ્યું, “હું હંમેશા વયસ્ક તરફ જતી છોકરીઓની વાર્તાઓ તરફ આકર્ષિત રહી છું. સ્વંયની શોધ અને ઓળખની કટોકટી સાથે ઝઝૂમવાની સફર સાથે હું ઊંડાણપૂર્વક જોડાઈ શકી છું."

નિર્માતા અને દિગ્દર્શક નિત્યા મેહરાએ કહ્યું, "બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાય" એ મારા જીવનના શ્રેષ્ઠ વર્ષોને આપવામાં આવેલું એક આત્મીય સનમાન છે. આ મારા શ્રેષ્ઠ મિત્રો, બહેનપણીઓ અને યુવા છોકરીઓને સત્કાર છે જે મને દરરોજ પ્રેરણા આપે છે.

Web Series entertainment news amazon prime bollywood