‘હૉસ્ટેજિસ’ની ત્રીજી સીઝનની તૈયારી શરૂ

22 July, 2021 12:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૉટસ્ટારના સુપરહિટ શોની આ ત્રીજી સીઝનમાં પહેલી સ્ટોરી પૂરી કરવામાં આવશે

‘હૉસ્ટેજિસ’નું પોસ્ટર

ડિઝનીપ્લસ હૉટસ્ટાર પર બે સીઝન ઑનઍર થઈ ચૂકેલી ‘હૉસ્ટેજિસ’ની ત્રીજી સીઝનનું કામ શરૂ થઈ ગયું છે. આ ત્રીજી સીઝન ડિસેમ્બરમાં લાવવામાં આવશે. ઓરિજિનલ ઇઝરાયલી વેબ સિરીઝ પરથી બનેલી ‘હૉસ્ટેજિસ’ની ત્રીજી સીઝન પણ મૂળ વેબ સિરીઝની ત્રીજી સીઝન પર આધારિત રહેશે, પણ એમાં પહેલી સ્ટોરી પૂરી કરવામાં આવશે.

‘હૉસ્ટેજિસ’ની વાર્તા પૃથ્વીસિંહની આસપાસ ફરે છે. પૃથ્વીસિંહને ખુશવંતસિંહ હાન્ડા સામે પ્રૉબ્લેમ છે પણ એ માણસ તેની વાઇફની સાથે જોડાયેલો હોવાથી હાન્ડાની સામે વેર વાળતાં પહેલાં તેણે દીકરી માટે તેને જીવતો રાખવાનો છે. પૃથ્વીની દીકરીનું બોન મૅરો ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે અને એની માટે જ હાન્ડાને હૉસ્ટેજ બનાવવામાં આવ્યો છે. ત્રીજી સીઝનમાં આ વાત અહીંથી જ આગળ વધે છે. હાન્ડા રંગ બદલે છે અને પૃથ્વીસિંહ સામે તે મેદાનમાં પડે છે.

‘હૉસ્ટેજિસ’ની ત્રીજી સીઝનમાં ચાલીસ ટકાથી વધારે ઍક્શન સીક્વન્સ છે. આ ત્રીજી સીઝન પણ સચિન ​િક્ર‌ષ્ન જ કરશે જેણે સેકન્ડ સીઝન ડિરેક્ટ કરી હતી.

entertainment news Web Series web series hotstar