30 August, 2023 05:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પંકજ ત્રિપાઠી
પંકજ ત્રિપાઠીનું કહેવું છે કે તે માધવ મિશ્રાની ફૅમિલીમાં નવા મેમ્બરનો ઉમેરો થાય એની રાહ જોઈ રહ્યો છે. તેણે ‘ક્રિમિનલ જસ્ટિસ : અધૂરા સચ’માં માધવ મિશ્રાનું પાત્ર ભજવ્યું છે. આ વેબ-સિરીઝને એક વર્ષ થયું છે. આ વિશે વાત કરતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું કે ‘હું એવી આશા રાખું છું કે માધવ મિશ્રા વધુ કૉમ્પ્લેક્સ કેસ લડે જે તેને વકીલ તરીકે એક ચૅલેન્જ આપે. તે પ્રોફેશનલ લાઇફમાં વધુ આગળ વધે એની સાથે હું ઇચ્છું છું કે તેની પર્સનલ લાઇફમાં એક નવા મેમ્બરનો ઉમેરો થાય. આ શો દ્વારા મને માધવ મિશ્રાનું પાત્ર ઑફર થયું છે જેની સાથે હું સૌથી વધુ કનેક્ટ થઈ શક્યો છું. પહેલી ઍનિવર્સરી મારા માટે એક ઘરેલુ સેલિબ્રેશન જેવી છે.’