સાત મેએ ડિઝની+હૉટસ્ટારનો ધમાકો

01 May, 2021 02:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકસાથે અગિયાર વેબ-શોને લૉન્ચ કરશે

સાત મેએ ડિઝની+હૉટસ્ટારનો ધમાકો

ડિઝની+હૉટસ્ટાર સાત મેએ એકસાથે અગિયાર વેબ-શો લૉન્ચ કરવા જઈ રહ્યું છે. આ શોમાં ‘મુકેશ જાસૂસ’, ‘બામિની ઍન્ડ બૉય્ઝ’, ‘મર્ડર મેરી જાન’, ‘તીન દો પાંચ’, ‘સિક્સ’, ‘શિટ, યાર!’, ‘ભોપાલ ટુ વેગસ’, ‘હમારા બાર હૅપી અવર’, ‘ક્રાઇમ નેક્સ્ટ ડોર’, ‘છત્તીસ ઔર મૈના’ અને ‘અનકહી અનસુની : ઝાગી ફાઇલ્સ’નો સમાવેશ થાય છે. ‘છત્તીસ ઔર મૈના’માં સંદીપા ધર અને વિક્રમ સિંહ ચૌહાણે કામ કર્યું છે જે એક લવ સ્ટોરી છે. ‘મુકેશ જાસૂસ’માં પૂનમ ઢિલ્લન, રાહુલ બગ્ગા, રુતી માલવિયા અને રાજેશ્વરી સચદેવે કામ કર્યું છે. ‘બામિની ઍન્ડ બૉય્ઝ’માં વિદ્યા માલવડે, અક્ષદીપ અરોરા, રિષભ ચડ્ડા અને અનુજ પંડિત જોવા મળશે. ‘મર્ડર મેરી જાન’માં તનુજ વિરવાણી અને બરખા સિંહે કામ કર્યું છે. ‘તીન દો પાંચ’માં શ્રેયસ તલપડે અને બિદિતા બેગે કામ કર્યું છે. ‘સિક્સ’માં મંદિરા બેદી, નૌહિદ સાયરસી, દીપાનિતા શર્મા અને સિદ મક્કરે કામ કર્યું છે. ‘શિટ, યાર!’માં સયનદીપ સેનગુપ્તા, સાહિલ શાહ, પ્રિયશા ભારદ્વાજ, રાજેશ ખેરા અને વ્રિજેશ હીરજીએ કામ કર્યું છે. ‘ભોપાલ ટુ વેગસ’માં અહાન નિર્બાન, સોનિયા બલાની અને અરુણ શર્માએ કામ કર્યું છે. ‘હમારા બાર હૅપી અવર’માં શાંતનુ અનામ, પ્રણય મંચંદના, મણિક પપનેજા અને ક્રિતી વિઝે કામ કર્યું છે. ‘ક્રાઇમ નેક્સ્ટ ડોર’માં યશપાલ શર્મા, મોહન કપૂર, રાજેન્દ્ર ગુપ્તા, ગિરીશ કુલકર્ણી અને અનુપ્રિયા ગોએન્કાએ કામ કર્યું છે. ‘અનકહી અનસુની : ઝાગી ફાઇલ્સ’માં પરેશ પાહુજા અને વિભા આનંદે કામ કર્યું છે. આ તમામ શોના પહેલા એપિસોડને સાત મેએ રિલીઝ કરવામાં આવશે. ત્યાર બાદ દરરોજ આ તમામ શોના એક-એક એપિસોડને રિલીઝ કરવામાં આવશે.

Web Series entertainment news