નીલ ભૂપલમને બનવું છે સુપન્ડી

08 May, 2020 08:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નીલ ભૂપલમને બનવું છે સુપન્ડી

અનિલ કપૂરના હોમ-પ્રોડક્શનમાં બનેલી ‘24’માં પ્રાઇમ મિનિસ્ટરનું કૅરૅક્ટર કરીને વાહવાહીનો ઢગલો મેળવી લેનારો નીલ ભૂપલમ યાદ છેને? અનેક વેબ-સિરીઝ કરી અને છેલ્લે નીલ વૂટ સિલેક્ટની ‘ધી રાયકર કેસ’માં ઇન્સ્પેક્ટરના કૅરૅક્ટરમાં જોવા મળ્યો. નીલે અત્યારે સુધી જેકોઈ કૅરૅક્ટર કર્યાં એ બધાં સિરિયસ મૂડનાં કૅરૅક્ટર કર્યાં. નીલની ઇચ્છા છે કે હવે તે કૉમેડી પણ કરે. માત્ર શાબ્દિક જ નહીં, કૉમેડીમાં તે ચાર્લી ચૅપ્લિન અને મિસ્ટર બીન જેવી બૉડી-લૅન્ગ્વેજની કૉમેડી પણ કરે. નીલનું એક ફેવરિટ કૅરૅક્ટર પણ છે, સુપન્ડી. ટિન્કલ મૅગેઝિનથી આ

સુપન્ડીની કરીઅર શરૂ થઈ અને ત્યાર પછી તેની અનેક કૉમિક્સ પણ રિલીઝ થઈ. નીલની ઇચ્છા છે કે તે આ સુપન્ડીના કૅરૅક્ટરને ડેવલપ કરે અને એની સિરીઝ બનાવે. નીલની એવી પણ ઇચ્છા ખરી કે તેને આ સુપન્ડીનું કૅરૅક્ટર કરવા મળે, પણ ધારો કે એવું ન બને તો પણ નીલ ઇચ્છે છે કે સુપન્ડી જલદીથી ટીવી કે વેબ પ્લૅટફૉર્મ પર જોવા મળે. નીલ કહે છે કે આપણા આ પ્રકારનાં કૅરૅક્ટર વધુ ને વધુ લોકો સુધી પહોંચે એ બહુ જરૂરી છે.’

નીલે સુપન્ડીની લગભગ તમામ વાર્તાઓ વાંચી છે. તે નાનપણથી એનો ફૅન રહ્યો છે.

entertainment news web series