નાના પાટેકર બનશે સ્પાયમાસ્ટર

13 July, 2020 06:57 PM IST  |  Mumbai | Nirali Dave

નાના પાટેકર બનશે સ્પાયમાસ્ટર

નાના પાટેકર

થોડા સમય પહેલાં આર. કે. યાદવના પુસ્તક ‘મિશન R&AW’ બે‍ઝ્‍ડ એક વેબ-સિરીઝની જાહેરાત કરવામાં આવી હતી. સ્પાયમાસ્ટર અને RAWના ફાઉન્ડર આર. એન. કાઓની જર્ની પર આધારિત આ સિરીઝને ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ પ્રોડ્યુસ કરનારા બોહરા બ્રધર્સ પ્રોડ્યુસ કરવાના છે. હવે આ જ વિષય પર અન્ય એક સિરીઝ બનવાની છે જેને ફિરોઝ નડિયાદવાલા પ્રોડ્યુસ કરવાના છે અને ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ ફેમ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી એને ડિરેક્ટ કરે એવી શક્યતા છે. ફિરોઝ નડિયાદવાલાની આ સિરીઝમાં આર. એન. કાઓના લીડ રોલમાં બીજું કોઈ નહીં, પણ નાના પાટેકર જોવા મળશે! ‘મી ટૂ’ મૂવમેન્ટમાં સપડાઈ ગયેલા નાના પાટેકર ઘણા સમયથી ફિલ્મોમાં જોવા નથી મળ્યા ત્યારે આને તેમનું કમબૅક કહી શકાય.

જોકે ફિરોઝ નડિયાદવાલાએ નાના પાટેકરને ટેકો આપ્યો છે અને આ પ્રોજેક્ટ વિશે જણાવ્યું છે કે ‘નાના પર આરોપ લાગ્યો એના થોડા દિવસ પહેલાં જ મેં આ સિરીઝની જાહેરાત કરી હતી. હું જેના પર વિશ્વાસ કરતો હોઉં તેના પડખે ઊભો રહું એ જરૂરી છે અને મારું માનવું છે કે નાનાજીએ કાંઈ ખોટું નથી કર્યું.’

entertainment news web series nana patekar