‘લાલ બત્તી’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરશે નાના પાટેકર?

10 November, 2022 03:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિરીઝમાં તે વકીલનાં રોલમાં દેખાશે

નાના પાટેકર

નાના પાટેકર વેબ-સિરીઝ ‘લાલ બત્તી’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરે એવી ચર્ચા ચાલી રહી છે. આ સિરીઝ પ્રકાશ ઝા બનાવી રહ્યા છે. આ સિરીઝમાં તે વકીલનાં રોલમાં દેખાશે. આ સોશ્યો-પૉલિટીકલ શોમાં મેઘના મલિક પણ દેખાશે. મેઘના અનેક ટીવી સિરીયલ ‘ના આના ઈસ દેસ લાડો’, ‘દેહલીઝ’ અને ‘ગુસ્તાખ દિલ’માં કામ કર્યું છે. સાથે જ કેટલીક વેબ-સિરીઝ ‘અરણ્યક’, ‘મિર્ઝાપુર’ અને ‘બંદિશ બેન્ડિટ્સ’માં પણ કામ કર્યું છે. એવુ જાણવા મળ્યુ છે કે ‘લાલ બત્તી’માં નાના પાટેકરની વાઇફનાં રોલમાં મેઘના દેખાવાની છે. આ શો વિશે સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

entertainment news Web Series nana patekar prakash jha