મારી મમ્મીએ જ મને ગંદી બાતનું ઑડિશન આપવાનું કહ્યું હતું: પલ્લવી મુખરજી

11 March, 2020 01:54 PM IST  |  Ahmedabad | Parth Dave

મારી મમ્મીએ જ મને ગંદી બાતનું ઑડિશન આપવાનું કહ્યું હતું: પલ્લવી મુખરજી

પલ્લવી મુખરજી

હાલમાં સબ ટીવી પર ચાલી રહેલી સિરિયલ ‘બૅરિસ્ટર બાબુ’ તથા ડિજિટલ પ્લૅટફૉર્મ Alt બાલાજીની વેબ-સિરીઝ ‘ક્લાસ ઑફ 2020’માં દેખાયેલી અભિનેત્રી પલ્લવી મુખરજી મૂળ કલકત્તા, બંગાળની છે. તેણે ‘મિરૅકલ’ નામના બંગાળી સ્ટૅન્ડ-અપ કૉમેડિયન શોથી અભિનય-કરીઅરની શરૂઆત કરી હતી. ત્યાર પછી પલ્લવીએ ત્રણેક જુદા-જુદા બંગાળી શો કર્યા અને મુંબઈની વાટ પકડી લીધી હતી.

‘મિડ-ડે’ સાથે વાત કરતાં પલ્લવી મુખરજી કહે છે, ‘મેં બંગાળી શો કર્યા, હિન્દીમાં ‘ઝાંસી કી રાની’ સિરિયલ પણ કરી, પરંતુ મને લોકો ઓળખતા થયા ‘ગંદી બાત’ની ત્રીજી સીઝન પછી. ‘ગંદી બાત 3’ પછી જ મને Alt બાલાજીના શો ‘ક્લાસ ઑફ 2020’માં તક મળી.’

પલ્લવી મુખરજીએ ‘ગંદી બાત’ સિરીઝની થીમ મુજબ બોલ્ડ દૃશ્યો આપ્યાં છે. એ વિશે તે કહે છે, ‘લોકો ‘ગંદી બાત’ને બોલ્ડ ગણે છે, પણ એવું નથી. તમે મારો એપિસોડ જોશો તો લાગશે કે એ તમારી આસપાસની જ વાર્તા છે. મને સ્ક્રિપ્ટ સારી લાગી એ માટે પસંદ કરી.’

આ પણ વાંચો : શ્રિયા પિળગાંવકર ઍમેઝૉન પ્રાઇમની Men’s REAમાં મુખ્ય પાત્ર ભજવશે

તારાં મમ્મી-પપ્પાનો શું રિસ્પૉન્સ છે?ના પ્રત્યુત્તરમાં પલ્લવી કહે છે, ‘મારી મમ્મીએ જ મને ‘ગંદી બાત’નું ઑડિશન આપવાનું કહ્યું હતું! ઇન ફૅક્ટ, મેં, મારી મમ્મીએ અને બહેને સાથે બેસીને ‘ગંદી બાત 3’નો મારો એપિસોડ જોયો છે. મારો પરિવાર કમ્ફર્ટેબલ છે મારા કામથી. મને તો ગર્વ છે કે હુ ‘ગંદી બાત’ સિરીઝનો એક ભાગ બની શકી.’

parth dave web series