Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > શ્રિયા પિળગાંવકર ઍમેઝૉન પ્રાઇમની Men’s REAમાં મુખ્ય પાત્ર ભજવશે

શ્રિયા પિળગાંવકર ઍમેઝૉન પ્રાઇમની Men’s REAમાં મુખ્ય પાત્ર ભજવશે

11 March, 2020 01:53 PM IST | Ahmedabad

શ્રિયા પિળગાંવકર ઍમેઝૉન પ્રાઇમની Men’s REAમાં મુખ્ય પાત્ર ભજવશે

શ્રિયા પિળગાંવકર

શ્રિયા પિળગાંવકર


ઓટીટી પ્લૅટફૉર્મ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર વધુ એક રસપ્રદ ક્રાઇમ થ્રિલર સિરીઝ આવવાની છે. આ વેબ-સિરીઝનું નામ મેન્સ રિય (Men’s REA) છે. ‘મેન્સ રિય’ એક લીગલ ટર્મ છે જેનો અર્થ ગિલ્ટી માઇન્ડ અથવા ગુનાહિત ઉદ્દેશ એવો થાય છે. ‘મેન્સ રિય’માં ક્રાઇમ આધારિત જુદી-જુદી શૉર્ટ સ્ટોરીઝ બતાવવામાં આવશે અને પોલીસ આ ક્રાઇમ કેસને કઈ રીતે હૅન્ડલ કરે છે એ જોવા મળશે.

શેફાલી ભૂષણ નિર્દેશિત આ શોમાં શ્રિયા પિળગાંવકર ફીમેલ લીડ તરીકે જોવા મળશે. શ્રિયાએ ‘મિર્ઝાપુર’ (ઍમેઝૉન પ્રાઇમ), ‘હાઉસ અરેસ્ટ’ (નેટફ્લિક્સ) જેવી વેબ-સિરીઝ ઉપરાંત શાહરુખ ખાન સ્ટારર ‘ફૅન’ ફિલ્મમાં કામ કર્યું છે અને તે ‘મેન્સ રિય’ ઉપરાંત વૂટની સિરીઝ ‘ક્રૅકડાઉન’માં પણ જોવા મળવાની છે. ‘મેન્સ રિય’માં શ્રિયા ઉપરાંત દિલનાઝ ઈરાની પણ એક એપિસોડમાં મહત્ત્વના રોલમાં જોવા મળશે. દિલનાઝ ઈરાનીએ ‘જોધા અકબર’, ‘અલીગઢ’ જેવી ફિલ્મો ઉપરાંત વિક્રમ ભટ્ટની ‘ટ્વિસ્ટેડ 2’ વેબ-સિરીઝમાં કામ કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

11 March, 2020 01:53 PM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK