MX પ્લેયરે તેની આગામી વેબ સિરીઝ મિયા બીવી ઔર મર્ડરનું ટ્રેલર લોન્ચ કર્યું, જુઓ અહીં

21 June, 2022 12:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મંજરી ફડનીસ અને રાજીવ ખંડેલવાલ આ સિરીઝમાં મુખ્યપત્રમાં જોવા મળશે

`મિયા બીવી ઔર મર્ડર`નું પોસ્ટર

MX પ્લેયર ફરી એક નવી મનોરંજક વેબ સિરીઝ આવવા જઈ રહી છે. MX પ્લેયરે `મિયા બીવી ઔર મર્ડર` સાથે અન્ય એક મનોરંજક સિરીઝનું ટ્રેલર લોન્ચ કર્યું છે, જે દર્શકોને જકડી રાખશે. પ્રિયા અને જયેશ જે પાત્રો મંજરી ફડનીસ અને રાજીવ ખંડેલવાલ દ્વારા ભજવવામાં આવ્યા છે, તે સાત વર્ષના નિષ્ક્રિય લગ્નજીવનમાં સંઘર્ષ કરી રહ્યા છે અને તેમના જીવનમાં એક અણધાર્યો વળાંક આવે છે. સુનીલ મનચંદા દ્વારા દિગ્દર્શિત, આ સિરીઝમાં રુશદ રાણા, અશ્મિતા બક્ષી અને પ્રસાદ ખાંડેકર પણ મુખ્ય ભૂમિકામાં છે. આ સિરીઝનું પ્રીમિયર 1લી જુલાઈ 2022ના રોજ MX પ્લેયર પર થશે.

ટ્રેલર વિશે વાત કરીએ તો તે પ્રિયા અને જયેશના દાંપત્ય જીવન અને એક જ રાતમાં બનતી વિચિત્ર ઘટનાઓની ઝલક આપે છે. જેમ જેમ લોકોને ઝેર આપવામાં આવે છે, ગોળી ચલાવવામાં આવે છે અને મૃતદેહોનો ઢગલો થતો રહે છે, ત્યારે મિયા અને બીવીએ ભ્રામક ચોરો, ભયજનક ગુંડાઓ, બ્લેકમેઇલિંગ પોલીસ અધિકારીઓથી બચવા માટે એકસાથે વળગી રહેવું પડે છે.

આ સિરીઝ વિશે રાજીવ ખંડેલવાલે કહ્યું કે “MAD ફિલ્મ સાથે જોડાવવું અને આ સિરીઝનો ભાગ બનવું ખૂબ જ રોમાંચક હતું. દિગ્દર્શક સુનીલ, મંજરી, હું અને બાકીના કલાકારો શોના શૂટિંગ દરમિયાન એટલા ચાર્જ થઈ ગયા હતા કે તે સ્ક્રીન પર દેખાય છે. આ શૉનું શૂટ એ સમયે કરવામાં આવ્યું હતું જ્યારે મહામારીને કારણે સામાન્ય રીતે મૂડ ખૂબ જ તંગ અને ઉદાસ હતો. હવે અમે આશા રાખીએ છીએ કે દર્શકો પણ આ મેડ કેપ કોમેડી થ્રિલરનો આનંદ માણશે.”

ટ્રેલર લૉન્ચ પર પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં મંજરી ફડનીસે કહ્યું કે “હું આ સિરીઝનો ભાગ બનીને ખૂબ જ રોમાંચિત અનુભવું છું. તે પ્રિયા અને જયેશના નિષ્ક્રિય લગ્ન જીવન વિશે છે અને કેવી રીતે એક રાતનું ગાંડપણ તેમને એક ટીમ તરીકે કામ કરવા માટે સાથે લાવે છે.”

entertainment news web series rajeev khandelwal manjari phadnis