બે જ મહિનામાં ફરી આવશે ‘હેલો મિની’ની ત્રીજી સીઝન

16 April, 2021 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એમએક્સ પ્લેયર પર જબરદસ્ત પૉપ્યુલર થયેલી આ વેબ-સિરીઝની સેકન્ડ સીઝન તો હજી હમણાં જ ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ હતી

અનુજા જોષી

ગયા વર્ષે પહેલી સીઝન અને બે મહિના પહેલાં સેકન્ડ સીઝન રિલીઝ કરનારું ડિજિટલ પ્લેટફોર્મ એમએક્સ પ્લેયર હવે ‘હેલો મિની’ની ત્રીજી સીઝન લાવી રહ્યું છે. સેકન્ડ અને થર્ડ સીઝન વચ્ચે માત્ર બે જ મહિનાના ગૅપનું સૌથી મોટું કારણ સેકન્ડ સીઝનની પૉપ્યુલરિટી છે. મિની નામની એક છોકરીની લાઇફમાં એક સ્ટ્રેન્જર આવે છે જે સતત તેની પાસે કામ કરાવી રહ્યો છે અને એ કામ કરવાની સાથોસાથ મિનીના જીવને પણ જોખમ આવે છે. આ સ્ટ્રેન્જર કોણ છે એ ત્રીજી સીઝનમાં ઑડિયન્સની સામે ખોલવામાં આવશે. જાણીતી ઍક્ટ્રેસ પલ્લવી જોષીની ભત્રીજી અનુજા જોષી આ વેબ-સિરીઝમાં મિનીનું કૅરૅક્ટર કરે છે. અનુજાએ પહેલી જ વેબ-સિરીઝમાં જબરદસ્ત બોલ્ડ સીન્સ પણ કર્યા હતા જેને લીધે તે અને એની વેબ-સિરીઝ બન્ને પૉપ્યુલર થયાં છે. અનુજાની ઇચ્છા છે કે ‘હેલો મિની’ આ ત્રીજી સીઝન પછી પણ ચાલુ રહે અને પોતાનામાં રહેલી મિનીને તે આ વેબ-સિરીઝ દ્વારા બહાર લાવવાનું કામ કર્યા કરે.

entertainment news Web Series mx players