મુંબઈ પોલીસે ‘કાલિન ભૈયા’ના સ્ટાઈલમાં આપી ચેતવણી

02 December, 2020 08:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ પોલીસે ‘કાલિન ભૈયા’ના સ્ટાઈલમાં આપી ચેતવણી

તસવીર સૌજન્યઃ જાગરણ

એમેઝોન પ્રાઈમ વીડિયોની વેબ સિરીઝ મિર્ઝાપુરની બંને સીઝન સુપરહીટ ગઈ છે. આના દરેક પાત્ર લોકોને ખૂબ જ ગમ્યા છે. ખાસ કરીને પંકજ ત્રિપાઠીનું કાલિન ભૈયાનું કેરેક્ટર લોકોએ ખુબ પસંદ કર્યું છે. આ પાત્રની લોકપ્રિયતાને જોતા મુંબઈ પોલીસે ઓનલાઈન છેતરપિંડી બાબતે જાગૃતતા ફેલાવવા માટે એ મિમ શૅર કર્યો છે, જેમાં આ કાલિન ભૈયાનો વીડિયો લેવાયો છે. પંકડ ત્રિપાઠીએ પણ આ વીડિયોને શૅર કરીને રિટ્વીટ કર્યું હતું.

વિવિધ મુદ્દાઓમાં જાગૃતતા ફેલાવવા માટે મુંબઈ પોલીસ હંમેશા મિમ્સ શૅર કરતી હોય છે, જેમાં ટ્રેન્ડિંગમાં જે ચાલતુ હોય તે હિસાબે મિમની પસંદગી કરવામાં આવતી હોય છે. હાલ મિર્ઝાપુરનો ક્રેઝ હોવાથી મુંબઈ પોલીસે એક મિમ વીડિયો બનાવ્યો છે, જેમાં કાલિન ભૈયાના એક્સપ્રેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક પણ ડાયલોગ વિનાનો આ વીડિયો ખૂબ બધુ કહે છે.

વીડિયોની સાથે મુંબઈ પોલીસે લખ્યું કે, છેતરપિંડી કરનારા લખે છે કે અભિનંદન! તમે આટલા કરોડની ઓનલાઈન લોટરી જીત્યા છો, મહેરબાની કરીને તમારા ખાતાની વિગતો શૅર કરો. આ સામે જવાબદાર નાગરિક કહે છે કે, હુ ફક્ત તને બ્લોક નહી કરુ પણ 100 નંબર ડાયલ કરીને રિપોર્ટ પણ કરીશ. ત્યારે અમારો એક્સપ્રેશન કંઈક આવો હોય છે.

પંકજ ત્રિપાઠીએ પણ આ વીડિયોની નોંધ લેતા લખ્યું કે, જાગૃતતા ફેલાવવા માટે આ સાચુ છે.

pankaj tripathi mumbai police twitter