મુંબઈ કોર્ટે વેબ સિરીઝ સ્કેમ 2003ની સ્ક્રીનિંગ પર પ્રતિબંધનો કર્યો ઈન્કાર

23 December, 2022 06:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોર્ટે તેલગી સ્ટેમ્પ પેપર કૌભાંડ પર આધારિત વેબ સિરીઝ સ્કેમ 2003 (Scam 2003)ના સ્ક્રીનિંગ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર

કોર્ટે તેલગી સ્ટેમ્પ પેપર કૌભાંડ પર આધારિત વેબ સિરીઝ સ્કેમ 2003 (Scam 2003)ના સ્ક્રીનિંગ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. અબ્દુલ કરીમ તેલગીની પુત્રી સના ઈરફાન દ્વારા આ વેબ સિરીઝ વિરુદ્ધ મુંબઈ સિવિલ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ખેર, આ અરજીને ફગાવી દેતાં કોર્ટે વેબ સિરીઝની સ્ક્રીનિંગ પર રોક લગાવવાનો  ઇનકાર કરી દીધો હતો. સ્ટેમ્પ પેપર કૌભાંડના મુખ્ય આરોપી તેલગીના કૌભાંડ પરની વેબ સિરીઝ 25 ડિસેમ્બરે રિલીઝ થશે.

તેલગીની પુત્રીએ એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર હંસલ મહેતા, જનરલ મેનેજર પ્રસૂન ગર્ગ અને સોની લિવ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. તેલગી સ્ટેમ્પ પેપર કૌભાંડ ફરી એક વેબ સિરીઝ દ્વારા લોકો સામે આવશે.

આ પણ વાંચો:કોણ છે આ મંત્રી? જેને અભિનેત્રી રવિના ટંડને મોટા ભાઈ કહી સંબોધ્યા

સનાએ શા માટે અરજી દાખલ કરી

આજતક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં સના ઈરફાનના વકીલે જણાવ્યું હતું કે તેણે અરજી કેમ દાખલ કરી છે. વકીલે કહ્યું કે આ વેબ સિરીઝ બનાવતા પહેલા અબ્દુલ કરીમ તેલગીની પુત્રી સના પાસેથી કોઈ સંમતિ લેવામાં આવી નથી. સનાની માંગ છે કે અમને જણાવો કે તમારું કન્ટેન્ટ શું છે, પરંતુ મેકર્સે તેમ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

વકીલે વધુમાં કહ્યું કે સનાના કહેવા પ્રમાણે, આ વેબ સિરીઝ જે પણ બુક પર બની રહી છે. તે પુસ્તકમાં આપવામાં આવેલી માહિતી ભ્રામક અને ખોટી છે. જો આ વેબ સિરીઝ રિલીઝ થશે તો તેના પરિવારની ઈમેજ બગડશે. પરિવારની બદનામી થશે અને આ વસ્તુઓ ક્યારેય પુનઃપ્રાપ્ત અને ઉલટાવી શકાતી નથી.

આ પણ વાંચો: મેક્સિકોમાં ફ્રેન્ડ્સ સાથે ન્યુ યર સેલિબ્રેશન કરશે ભૂમિ


અબ્દુલ કરીમ તેલગી પર આધારિત વેબ સિરીઝ

નોંધનીય છે કે હંસલ મહેતાએ `સ્કેમ 2003`નું નિર્દેશન કર્યું છે. આ સિરીઝ વર્ષ 2003માં સ્ટેમ્પ પેપર કૌભાંડ કરનાર અબ્દુલ કરીમ તેલગીના જીવન પર આધારિત છે. આ વેબ સિરીઝની વાર્તા પત્રકાર અને ન્યૂઝ રિપોર્ટર સંજય સિંહ દ્વારા લખાયેલી હિન્દી પુસ્તક `રિપોર્ટર્સ ડાયરી` પર આધારિત છે. આ પહેલા હંસલ મહેતાએ પ્રતિક ગાંધી વિશે `સ્કેમ 1992` વેબ સિરીઝ બનાવી હતી, જેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. પ્રતિકે આ સિરીઝમાં હર્ષદ મહેતાની ભૂમિકા ભજવી હતી.

Web Series entertainment news mumbai