પાકિસ્તાનમાં અન્ડરકવર એજન્ટ પરથી બની છે ‘મુખબિર : ધ સ્ટોરી ઑફ અ સ્પાય’

16 August, 2022 03:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વેબ-સિરીઝને ઝીફાઇવ પર સ્ટ્રીમ કરવામાં આવશે

`મુ​ખબિર : ધ સ્ટોરી ઑફ અ સ્પાય`નું પોસ્ટર

આઝાદીના અમૃત મહોત્સવના સેલિબ્રેશન હેઠળ ‘મુ​ખબિર : ધ સ્ટોરી ઑફ અ સ્પાય’ની જાહેરાત કરવામાં આવી છે. આ સ્ટોરી ૧૯૬૦ના દાયકાના ઇન્ડિયાના સીક્રેટ એજન્ટ પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવી રહી છે. આ વેબ-સિરીઝને ઝીફાઇવ પર સ્ટ્રીમ કરવામાં આવશે. ભારતના ઇતિહાસમાં હજી ઘણી એવી સ્ટોરી છે જેને લોકો સુધી પહોંચાડી શકાય છે. આવી જ એક સ્ટોરીને પ્રોડ્યુસર વૈભવ મોદી પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ સ્પાય​-થ્રિલર વિશે વાત કરતાં વૈભવ મોદીએ કહ્યું કે ‘એક સત્યઘટના પર આધારિત સ્ટોરી પરથી પિરિયડ ડ્રામા બનાવવો ખૂબ જ ચૅલેજિંગ હોવાની સાથે એક સારી તક પણ છે. આ એક ચૅલેન્જને અમે એક અદ્ભુત સિરીઝમાં ઉતારી છે એનો અમને ગર્વ છે. ભારતની સુરક્ષા માટે કેવી રીતે કેટલાક પુરુષો અને ​મહિલાઓ કામ કરે છે એ આશ્ચર્યમાં મૂકી દે છે.’

આ સિરીઝને​ શિવમ નાયર અને જયપ્રદ દેસાઈએ ડિરેક્ટ કરી છે. આ શોમાં ઝૈન ખાન દુર્રાની, પ્રકાશ રાજ, આદિલ હુસેન, બરખા બિશ્ટ, હર્ષ છાયા, સત્યદીપ મિશ્રા અને ઝોયા અફ્રોઝે કામ કર્યું છે.

entertainment news Web Series web series zee5