ધોની પૌરાણિક કથાઓ ઉપર વેબ સિરીઝ બનાવશે

30 September, 2020 04:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ધોની પૌરાણિક કથાઓ ઉપર વેબ સિરીઝ બનાવશે

ફાઈલ તસવીર

ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની ગયા વર્ષે જ એક ડોક્યુમેન્ટ્રીમાં પ્રોડ્યુસર બનીને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. હવે તેની યોજના પૌરાણિક કથાઓ ઉપર આધારિત સાઈન્સ ફિક્શન વેબ સિરીઝ બનાવવાનો છે.

કૅપ્ટન કુલની ધોની એન્ટરટેઈનમેન્ટે ગયા વર્ષે રોર ઓફ ધ લાયન નામની ડોક્યુમેન્ટ્રી પ્રોડ્યુસ કરી હતી જેમાં ડાયરેક્ટર કબીર ખાન હતો.

ધોની એન્ટરટેઈનમેન્ટ હવે એક વેબ સિરીઝ બનાવશે. ધોનીની પત્ની સાક્ષી આ પ્રોડક્શન હાઉસમાં મેનેજિંગ ડિરેક્ટર છે. સાક્ષી ધોનીએ કહ્યું કે, આગામી સિરીઝ એક થ્રીલિંગ એડવેન્ચર છે. એક રહસ્યમહ અગોરીના જીવન વિશે હાઈ-ટેક સુવિધા સાથે દર્શાવવામાં આવશે. અગોરી કેટલાક રહસ્ય પણ કહેશે. અમે એ વાતનું ધ્યાન રાખશું કે જગતના દરેક પાસાનો સમાવેશ ખાય અને દરેક પાત્ર સ્ક્રિનમાં જોવા મળે. એક ફીચર ફિલ્મ કરતા વેબ સિરીઝ અમારા માટે સારુ રહેશે, એમ પણ સાક્ષી ધોનીએ કહ્યું હતું. નિર્માતાઓ હાલ કાસ્ટ અને લોકેશન નક્કી કરી રહ્યા છે. 

mahendra singh dhoni sakshi dhoni web series