OTT પર આવી ગઈ છે `કોહરા 2`

12 February, 2026 11:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘કોહરા 2’ ગઈ કાલથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે

`કોહરા 2`નો સીન

નેટફ્લિક્સ પરની પ્રખ્યાત ક્રાઇમ થ્રિલર વેબ-સિરીઝ કોહરાની આ બીજી સીઝન છે. આ સીઝનમાં બરુન સોબતી ફરીથી ASI અમરપાલ ગરુંડી તરીકે પાછો આવ્યો છે અને તેની નવી બૉસ ધનવંત કૌર તરીકે મોના સિંહ જોવા મળશે. આ સીઝનની વાર્તા પંજાબના એક નવા ગામ ડેલરપુરામાં એક ખૂન અને એનાં અંગોને શરીરના ભાગથી અલગ કરી નાખવાના કેસની આસપાસ આકાર લેશે. ‘કોહરા 2’ ગઈ કાલથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. 

અમર વિશ્વાસ

રાજીવ ખંડેલવાલને લીડ રોલમાં ચમકાવતી ‘અમર વિશ્વાસ’ એક કોર્ટરૂમ ડ્રામા વેબ-સિરીઝ છે. આ સિરીઝમાં કાનૂની લડાઈઓ, રહસ્ય, ટ્‍વિસ્ટ અને ઇમોશનલ ડેપ્થ હશે. આ સિરીઝ ગઈ કાલથી મૅક્સ પ્લેયર પર સ્ટ્રીમ થઈ રહી છે.

web series entertainment news bollywood bollywood news netflix barun sobti mona singh rajeev khandelwal