એમેઝૉન પ્રાઇમ પર આ તારીખે રિલીઝ થશે મોસ્ટ અવેઇટેડ મિર્ઝાપુર-2

24 August, 2020 03:49 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

એમેઝૉન પ્રાઇમ પર આ તારીખે રિલીઝ થશે મોસ્ટ અવેઇટેડ મિર્ઝાપુર-2

મિર્ઝાપુર 2ની રિલીઝ ડેટ કરાઇ જાહેર

મિર્ઝાપુર સીઝન 2 (Mirzapur season 2)ક્યારે આવશે? આ પ્રશ્ન સતત લોકોના મગજમાં હતો. ત્યારે હવે આ વેબ સીરિઝ(Web Series)ની રિલીઝ ડેટ(Release Date) અને સાથે ટાઇમ પણ જાહેર કરી દેવામાં આવ્યું. સાથે જ વેબ સીરિઝ કયા પ્લેટફૉર્મ પર રિલીઝ કરવામાં આવશે તેની જાહેરાત પણ કરવામાં આવી છે.

મિર્ઝાપુર ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર આધારિત એક વેબ સીરિઝ છે. આ વેબ સીરિઝનો દરેક એપિસોડ ખૂબ જ રોમાંચક રહ્યો. મિર્ઝાપુરની પહેલી સીઝનમાં અલીફઝલ, પંકજ ત્રિપાઠી, દેવ્યંદૂ શર્મા અને વિક્રાંત મેસીની ઍક્ટિંગ અને ડાયલૉગ્સે લોકોને પોતાના કાયલ બનાવી દીધા.

મિર્ઝાપુર સીઝન 2 વેબ સીરિઝ જોવા માટે લગભગ બધાં જ ખૂબ જ ઉત્સાહિત છે. પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે મિર્ઝાપુર 2 નવી સીઝન 25 નવેમ્બરના આવશે. જો કે હવે આ વેબસીરિઝ 23 ઑક્ટોબર 2020ના રોજ એમેઝૉન પ્રાઇમ પર રિલીઝ કરવામાં આવી રહી છે. વેબ સીરિઝમાં બે ભાઇઓ 'બબલૂ' અને 'ગુડ્ડૂ'ની જોડીની સ્ટોરી લોકોને ખૂબ જ રસપ્રદ લાગી. એમેઝૉન પ્રાઇમ વીડિયોની આ સીરિઝની પહેલી સીઝન 16 નવેમ્બર 2018માં આવી હતી.

પોસ્ટ પ્રૉડક્શનનું કામ હતું બાકી
મિર્ઝાપુર 2નું શૂટિંગ ઘણો સમય પહેલા જ પૂરું થઈ ગયું હતું, પણ લૉકડાઉનમાં પોસ્ટ પ્રૉડક્શનનું કામ અટકાયેલું હતું. આ દરમિયાન બોલીવુડ અભિનેતા અલી ફઝલની મમ્મીનું નિધન થયું હોવાથી તે પોતાનું ડબિંગનું કામ કરી શક્યો નહોતો.

pankaj tripathi web series entertainment news