Mirzapur 2: રિલીઝ થવાની સાથે જ લીક થઈ ગઈ સિરીઝ, પાયરસીનો શિકાર બની

24 October, 2020 04:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mirzapur 2: રિલીઝ થવાની સાથે જ લીક થઈ ગઈ સિરીઝ, પાયરસીનો શિકાર બની

ફાઈલ તસવીર

એમેઝોન પ્રાઈમ વીડિયોની સૌથી લોકપ્રિય વૅબસિરીઝ ‘મિર્ઝાપુર' (Mirzapur)ની સીઝન 2ની દર્શકો મિર્ઝાપુર સિઝન 1 બાદ આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. આખરે 22 ઓક્ટોબરે ‘મિર્ઝાપુર 2’ના તમામ 10 એપિસોડ રીલિઝ થઇ ચૂક્યા છે. વળી એમેઝોમ પ્રાઇમ વીડિયોએ દર્શકોને સરપ્રાઇઝ આપતા નક્કી કરેલા સમય અને તારીખથી ત્રણ કલાક પહેલા તેને રીલીઝ કરી હતી. હજી આ સીરીઝની રિલીઝને માંડ બે દિવસ જ થાય છે પણ આ સીરીઝ પાયરસીનો શિકાર બની ગઈ છે અને દર વખતની જેમ આ વખતે પણ આ પાછળ વેબસાઇટ તમિલરોકર્સ (Tamilrockers)નો જ હાથ છે. તમિલરોકર્સે ‘મિર્ઝાપુર 2’ની ફ્રી ડાઉનલોડ સાથે તેને સોશ્યલ મીડિયા પર લીક કરી લીધી છે.

‘મિર્ઝાપુર'ની સીઝન વન બહુ જ લોકપ્રિય હતી અને દર્શકોએ પણ તેના ખૂબ વખાણ કર્યા હતાં. આ જ કારણસર બીજી સીઝનની આતુરતાથી રાહ જોવાતી હતી. પણ સિરીઝ લીખ થઈ જવાથી દર્શકોનો ઉત્સાહ મરી ગયો છે. ઇન્ડિયા ડોટકૉમના અહેવાલ પ્રમાણે, ‘મિર્ઝાપુર 2’ના તમામ એપિસોડને તમિલરોકર્સે એચડીમાં ઓનલાઇન ફ્રી ડાઉનલોડ સાથે ઈન્ટરનેટ પર લીક કરી લીધા છે. આ સાથે અન્ય પણ કેટલીક વેબસાઇટે આ પાયરસીની હરકત કરી છે તેવું પણ જાણવા મળ્યું છે.

મિહિર દેસાઇ અને ગુરમીત સિંહ દ્વારા નિર્દેશિત ‘મિર્ઝાપુર 2’માં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેંદુ શર્મા સિવાય શ્વેતા ત્રિપાઠી, રાજેશ તૈલંગ, શ્રેયા પિલગાંવકર, રસિકા દુગ્ગલ, લિલીપુટ, કુલભૂષણ ખરબંદા જેવા કલાકારોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની આ સીરીઝના પ્રોડ્યૂસર છે.

આ સીરીઝની પહેલી સીઝન 16 નવેમ્બર, 2018ના રોજ સ્ટ્રીમ કરવામાં આવી હતી. જેને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. મિર્ઝાપુર 2’માં ગુડ્ડુ પોતાના ભાઈ અને પોતાની પત્નીનો બદલો લેવા માંગે અને સાથે જ ગુડ્ડુ મિર્ઝાપુર પર રાજ કરવાની ખેવના પણ રાખે છે.

entertainment news web series amazon prime