23 January, 2020 05:23 PM IST |
કરણસિંહ ગ્રોવર
કરણસિંહ ગ્રોવરનું કહેવું છે કે મીડિયમ કોઈ પણ હોય એનાથી તેને કોઈ ફરક નથી પડતો. કરણ ‘બોસ : બાપ ઑફ સ્પેશ્યલ સર્વિસ’ વેબ-સિરીઝ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર ઍન્ટ્રી કરી રહ્યો છે.
વેબ-સિરીઝ વિશે કરણે કહ્યું હતું કે ‘હું પહેલીવાર વેબ-સિરીઝમાં કામ કરી રહ્યો છું. કેવી રીતે પર્ફોર્મ કરીએ છીએ, શું કામ કરી રહ્યા છીએ અને કેવી રીતે કામને પૂરું કરી રહ્યા છીએ એ બધું કોઈ પણ મીડિયમ હોય, ઍક્ટર માટે એકસમાન જ રહેવાનું છે. વેબ સિરીઝ એક સારી બાબત છે કે કારણ કે અમે દર્શકો સુધી ડાયરેક્ટ પહોંચી શકીએ છીએ અને એના માટે તેમણે કોઈ ચોક્કસ સમયની રાહ નથી જોવી પડતી.’
આ પણ વાંચો : ફિલ્મ-મેકર્સ વારંવાર પસંદ કરે એવી હિરોઇન બનવું છે તાપસી પન્નુને
વેબ-સિરીઝમાં પોતાના પાત્ર વિશે કરણે કહ્યું હતું કે ‘વેબ-સિરીઝ ‘બોસ: બાપ ઑફ સ્પેશ્યલ સર્વિસ’માં મારા કેરૅક્ટરનું નામ કેશવ છે અને તે અન્ય વ્યક્તિ હોવાનો ડોળ કરે છે. વાસ્તવમાં તે ઠગ હોય છે. તે કાયદાની વિરુદ્ધમાં જઈને કામ કરે છે, જે સામાન્ય પોલીસ પણ એ રીતે કામ નથી કરી શકતી.’