ફિલ્મ-મેકર્સ વારંવાર પસંદ કરે એવી હિરોઇન બનવું છે તાપસી પન્નુને

મુંબઈ | Apr 16, 2019, 11:50 IST

તાપસી પન્નુની ઈચ્છા છે કે તે એવી હિરોઇન બને જેને ફિલ્મ-મેકર્સ તેમની ફિલ્મોમાં વારંવાર કામ ઑફર કરે.

ફિલ્મ-મેકર્સ વારંવાર પસંદ કરે એવી હિરોઇન બનવું છે તાપસી પન્નુને
તાપસી પન્નુ

તાપસી પન્નુની ઈચ્છા છે કે તે એવી હિરોઇન બને જેને ફિલ્મ-મેકર્સ તેમની ફિલ્મોમાં વારંવાર કામ ઑફર કરે. તેની ‘બદલા’ તાજેતરમાં જ રિલીઝ થઈ છે. તાપસી બૉલીવુડમાં બૅન્કેબલ ઍક્ટર બની ગઈ છે. પહેલાની અને હાલની હિરોઇનની વ્યાખ્યા જણાવતાં તાપસીએ કહ્યું હતું કે ‘પહેલાની ઍક્ટ્રેસીસને સરળતાથી કમર્શિયલ અથવા તો ઑફ-બીટ હિરોઈનની શ્રેણીમાં મૂકવામાં આવતી હતી. જોકે વર્તમાનમાં આવા ટૅગ આપવામાં સમય લાગે છે. હું હંમેશ એ જ ઈચ્છતી હતી કે મારા પર કોઈ ટૅગ ન લગાડે. હું એવી ફિલ્મો નહીં કરું કે જેમાં માત્ર શોભાનું પૂતળું બનીને રહી જાઉં. હું પોતે એવી ફિલ્મમાં કામ કરવા માગું છું કે જેમાં દર્શકો પોતાના પૈસા અને સમય આપી શકે. એથી જ મેં વચ્ચેનો માર્ગ અપનાવ્યો છે. મારા મતે એન્ટરટેઇનમેન્ટ એ છે કે જેમાં દર્શકો બે કલાક સુધી બેસી શકે. ધીમે-ધીમે તમારી સફળતા અને તમારા પ્રયાસને કારણે લોકો તમને નોટિસ કરતાં થશે.’

તાપસીએ અનુરાગ કશ્યપ, ડેવિડ ધવન, શૂજિત સરકાર, અનુભવ સિંહા અને નિરજ પાંડે જેવા ફિલ્મ-મેકર્સ સાથે કામ કર્યું છે. આ ફિલ્મ-મેકર્સ તેની સાથે ફરીથી કામ કરવા માટે ઈચ્છુક છે. આ વિશે પૂછતાં હસીને તાપસીએ કહ્યું હતું કે ‘કોઈ પણ કલાકાર માટે આ એક મોટી સિદ્ધિ ગણાય. એનો અર્થ એમ પણ થઈ શકે કે મારા પેરન્ટ-ટીચરની મીટિંગ સફળ રહી છે. આશા રાખું છું કે મારા ડિરેક્ટર્સ પણ એમ વિચારે કે તેમની સ્ટુડન્ટ સારું કામ કરી રહી છે. એથી હું આગલા ધોરણમાં જવા માટે પણ લાયક છું. હું એવી ઍક્ટર બનવા માગું છું કે જેને ફિલ્મ-મેકર્સ તેમની ફિલ્મોમાં વારંવાર કામ આપે. હું પોતે પણ મારા ડિરેક્ટર્સ સાથે વારંવાર કામ કરવા માટે ઉત્સુક છું. તેમની સાથે કામ કરવાનો મારો અનુભવ ખૂબ જ શાનદાર રહ્યો છે. ઇન્ડસ્ટ્રીમાં મેં જે પણ લોકો સાથે કામ કર્યું છે તેમનો સમાવેશ મારા સોશ્યલ સર્કલમાં થાય છે. આ જ કારણ છે કે મારા ડિરેક્ટર્સ અને કૉ-ઍક્ટર્સ સાથે મારે સારા સંબંધો છે. આ ઇન્ડસ્ટ્રી સંબંધો પર ટકેલી છે. ઘણા ઍક્ટર્સ ખૂબ સારા છે. તમારા સંબંધો કેવા છે અને કેવા કમ્ફર્ટ લેવલ પર તમે છો એનાથી તમને ઘણી વાર લાભ પણ થાય છે.’

વિમેન્સ ડેને પોતાની ફિલ્મો રિલીઝ કરવાની તારીખ બનાવી રહી છે તાપસી

તાપસી પન્નુ તેની ફિલ્મોને વિમેન્સ ડે દરમ્યાન રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. ઘણી સેલિબ્રિટીઝ તેમની ફિલ્મોને તહેવાર પર રિલીઝ કરે છે. સલમાન ખાન ઇદ પર, શાહરુખ ખાન દિવાળી પર, આમિર કાન ક્રિસમસ પર અને અક્ષયકુમાર ૨૬ જાન્યુઆરી અને પંદર ઑગસ્ટ દરમ્યાન ફિલ્મોને રિલીઝ કરવાનું પસંદ કરે છે. આ હરોળમાં હવે તાપસી પણ આવી રહી છે. તાપસીએ તેની ‘દિલ જંગલી’ ૨૦૧૮ના નવ માર્ચે રિલીઝ કરી હતી. તેની ‘નામ શબાના’ પણ ગયા વર્ષે માર્ચમાં રિલીઝ થઈ હતી. તેની આગામી ફિલ્મ ‘થપ્પડ’ તે ૨૦૨૦ના વિમેન્સ ડે દરમ્યાન રિલીઝ કરશે.

આ પણ વાંચો : Ladies Special:ગુજરાતી બેકગ્રાઉન્ડ પર આધારિત સિરીયલે પૂરા કર્યા 100 એપિસોડ

આ એક સોશ્યલ ડ્રામા ફિલ્મ છે જેને વાસ્તવિક ઘટના પરથી બનાવવામાં આવી છે. ‘મુલ્ક’ બાદ તાપસી અને અનુભવ સિંહા ફરી આ ફિલ્મમાં સાથે કામ કરશે. આ એક મહિલા કેãન્દ્રત ફિલ્મ છે. આ ફિલ્મનું શૂટિંગ ઑગસ્ટમાં દિલ્હીમાં શરૂ કરવામાં આવશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK