મલ્હાર ઠાકર-માનસી પારેખની વેબ સિરીઝ Do Not Disturb રિલીઝ

23 January, 2020 04:29 PM IST  |  મુંબઈ

મલ્હાર ઠાકર-માનસી પારેખની વેબ સિરીઝ Do Not Disturb રિલીઝ

ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકરે ફિલ્મો બાદ હવે ઓટીટી પ્લેટફોર્મ પર પણ ડેબ્યુ કર્યો છે. તો જાણીતા એક્ટ્રેસ અને સિંગર માનસી પારેખ ગોહિલ પણ પહેલીવાર સ્ક્રીન પર ગુજરાતી પ્રોજેક્ટ સાથે સંકળાયા છે. આ બંનેની વેબસિીઝ Do Not Disturb સ્ટ્રીમ થઈ ચૂકી છે. MX Player પર આ વેબસિરીઝ સ્ટ્રીમ થઈ ચૂકી છે.

આ વેબસિરીઝમાં મલ્હાર મૌલિકનું પાત્ર ભજવી રહ્યા છે, તો માનસી પારેખ ગોહિલ મીરાના રોલમાં દેખાશે. ટ્રેલર પરથી લાગી રહ્યું છે કે આ વેબસિરીઝ એક ગુજરાતી પતિ પત્નીની સ્ટોરી છે, બંનેના ઘરમાં ચાર દિવાલોની અંદરના સંબંધોની વાત છે. પતિ પત્નીના રોજિંદા જીવનમાંથી ઉપજતું હાસ્ય તમને પણ હસાવશે.

મલ્હાર અને માનસીની આ વેબસિરીઝને જાણીતા ડિરેક્ટર સંદીપ પટેલે ડિરેક્ટ કરી છે. લવની ભવાઈની સફળતા બાદ હવે સંદીપ પટેલ વેબસિરીઝ લઈને આવ્યા છે. ત્યારે ફેન્સ પણ આ વેબસિરીઝ જોવા માટે ઉત્સાહિત છે.

આ પણ જુઓઃ Do Not Disturb વિશે વાત કરે છે મલ્હાર ઠાકર અને માનસી પારેખ ગોહિલ

વર્ક ફ્રંટની વાત કરીએ તો મલ્હાર ઠાકર હાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'સારાભાઈ'ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તેમની સાથે પૂજા ઝવેરી છે. તો માનસી પારેખ ગોહિલ છેલ્લે ઉરી સર્જિકલ સ્ટ્રાઈકમાં દેખાયા હતા. આ ઉપરાંત માનસી પારેખ ગોહિલ હિન્દી શોર્ટ ફિલમ્સમાં પણ કામ કરી ચૂક્યા છે. માનસી પારેખ ગોહિલ એ જાણીતા ગુજરાતી સિંગર પાર્થિવ ગોહિલના પત્ની છે. દર્શકો પણ આ ફ્રેશ જોડીને રોમ કોમ વેબ સિરીઝમાં જોવા માટે ઉત્સાહિત છે.

Malhar Thakar gujarati film web series