જ્યારે દોસ્તારોની થશે વાપસી, ત્યારે ફરી થશે 'લોચા લાપસી'

23 January, 2020 04:30 PM IST  |  અમદાવાદ

જ્યારે દોસ્તારોની થશે વાપસી, ત્યારે ફરી થશે 'લોચા લાપસી'

લોચા લાપસીનું મોશન પોસ્ટર

હાલ ગુજરાતી અર્બન ફિલ્મોનો દોર ચાલી રહ્યો છે. સાથે જ ગુજરાતી વેબ સિરીઝ પણ બની રહી છે. ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર પણ વેબ સિરીઝ કરી રહ્યા છે, ત્યારે વધુ એક રસપ્રદ વેબ સિરીઝ પણ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. મિત્રોની સ્ટોરી પર આધારિત વેબ સિરીઝ લોચા લાપસી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં રિલીઝ થાય તેવી શક્યતા છે. આ વેબસિરીઝનું શૂટિંગ શરૂ થઈ ચુક્યુ છે. આ વેબસિરીઝનું મોશન પોસ્ટર સોમવારે રિલીઝ થઈ ચૂક્યુ છે.

લોચા લાપસી એ નામ પ્રમાણેની જ સ્ટોરી છે. આ વેબસિરીઝ નીતિન વાઘેલા અને દર્શિતા જાનીએ લખી અને નીતિન વાઘેલા ડિરેક્ટ પણ કરી રહ્યા છે. નીતિન વાઘેલાા કહેવા પ્રમાણે લોચા લાપસી એ એવા ત્રણ યંગસ્ટર્સની સ્ટોરી છે, જે એમબીએ કરી રહ્યા છે, અને તેમણે કંઈક કરવું છે. આ દરમિયાન તેમને પૈસા કમાવાનો આઈડિયા સૂજે છે. આ આઈડિયાનો અમલ કરતા કરતા તેઓ ભેરવાય છે, મુશ્કેલીમાં મૂકાય છે. બસ આ ત્રણ મિત્રોની પોતાના ધ્યેય સુધી પહોંચવાની સંઘર્ષની સ્ટોરી એટલે લોચા લાપસી. જો કે આ કોઈ ગંભીર વેબસિરીઝ નથી. તેમાં મિત્રો વચ્ચે થતા ગરબડ ગોટાળા, મજાક મસ્તી છે, જે તમને પણ તમારી કોલેજ લાઈફ યાદ કારવી દેશે.

આ પણ વાંચોઃ Preeti Desai: મૂળ ગુજરાતી યુવતી ઈન્ટરનેશનલ ફિલ્મોમાં થઈ છે સફળ

ઉલ્લેખનીય છે કે આ પહેલા નીતિન વાઘેલા એક બહાનું આપીશ જેવી રોમેન્ટિક વેબ સિરીઝ ડિરેક્ટ કરી ચૂક્યા છે. જો કે રસપ્રદ વાત એ છે કે નીતિન વાઘેલાની આ અપકમિંગ વેબ સિરીઝ લોચા લાપસીમાં એક પણ ફીમેલ કેરેક્ટર નથી. નીતિન વાઘેલાનું કહેવું છે કે અમે આ વખતે ખૂબજ મહેનત કરી રહ્યા છીએ. ખાસ તો આ વેબસિરીઝ 4K ક્વોલિટીમાં હશે, તેમાં VFX અને 5.1 સાઉન્ડનો ઉપયોગ કરવાના છીએ. વેબસિરીઝનું શૂટિંગ અમદાવાદમાં શરૂ થઈ ચૂક્યુ છે. અને સપ્ટેમ્બરના એન્ડ સુધીમાં તે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ શકે છે. નીતિન વાઘેલાની આ વેબસિરીઝમાં કાર્તિક ધીનોજા સહિતના ગુજરાતી નાટકોના એક્ટર્સ છે. 

આ વેબ સિરીઝમાં કાર્તિક ધીનોજા, ઋષિ દવે, યશ દરજી, આનંદકુમાર સાવલિયા, યશરાજસિંહ વાઘેલા, મહર્ષિ ચાવડા અને રમઝાન રૌમા સહિતના યંગ કલાકારો દેખાશે. આ વેબસિરીઝને ગુજ્જુ ગેટ પ્રોડક્શન અને પૂજન શાહ પ્રોડક્શન પ્રોડ્યુસ કરી રહ્યા છે.

gujarati film entertaintment