‘ફીલ્સ લાઇક હોમ’ની બીજી સીઝન સાતમી ઑક્ટોબરે

21 September, 2022 02:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિરીઝને લાયન્સ ગેટ પ્લે પર સાતમી ઑક્ટોબરે સ્ટ્રીમ કરવામાં આવશે.

ફીલ્સ લાઇક હોમ

‘ફીલ્સ લાઇક હોમ’ની બીજી સીઝન હવે ૭ ઑક્ટોબરે સ્ટ્રીમ થશે. પહેલી સીઝનની સ્ટોરી જ્યાં પૂરી થઈ હતી ત્યાંથી આ સ્ટોરીને આગળ વધારવામાં આવી રહી છે. આ સિરીઝમાં પ્રીત કનમની, વિષ્ણુ કૌશલ, મિહિર આહુજા, અંશુમન મલ્હોત્રા, હિમિકા બોઝ અને ઇનાયત સૂદ જોવા મળશે. આ સિરીઝને લાયન્સ ગેટ પ્લે પર સાતમી ઑક્ટોબરે સ્ટ્રીમ કરવામાં આવશે. આ વિશે વાત કરતાં ડિરેક્ટર સાહિર રઝાએ કહ્યું કે ‘અમે ‘ફીલ્સ લાઇક હોમ’ની બીજી સીઝન લઈને આવતાં ખૂબ ખુશ છીએ. આ શો યુવાન અને વૃદ્ધ બન્નેને ખૂબ પસંદ પડશે. આ બીજી સીઝન ખૂબ મૅચ્યોર છે, જેમાં ઇન્ટરપર્સનલ રિલેશનશિપ વિશે વાત કરવામાં આવી છે. અમને આશા છે કે પાત્રોની આ જર્ની સાથે લોકો કનેક્ટ થઈ શકે.’

entertainment news Web Series