પ્રિયંકાની જેમ સમન્થાના પણ હશે સેક્સ સીન?

23 May, 2023 03:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરુણ અને સમન્થા બહુ જલદી આ વેબ-શોનું શૂટિંગ શરૂ કરશે.

પ્રિયંકા ચોપડા અને રિચાર્ડ મેડન

‘સિટાડેલ’માં જે રીતે પ્રિયંકા ચોપડા જોનસના સેક્સ સીનનો સમાવેશ કરવામાં આવ્યો છે એ જ રીતે ઇન્ડિયન વર્ઝનમાં સમન્થા રુથ પ્રભુ પણ એવાં દૃશ્યો કરશે કે કેમ એનો દર્શકોને સવાલ છે. ‘સિટાડેલ’ યુનિવર્સમાં ઘણા શો બની રહ્યા છે અને એ દરેકની સ્ટોરી અલગ છે. ઇન્ડિયન વર્ઝનમાં સમન્થા રુથ પ્રભુ અને વરુણ ધવનનો સમાવેશ થઈ રહ્યો છે. આ શોને રાજ અને ડીકે બનાવી રહ્યા છે. હાલમાં જ તામિલમાં આવેલા એક રિપોર્ટ મુજબ પ્રિયંકા અને રિચર્ડ મૅડનની જેમ ઇન્ડિયન વર્ઝનમાં પણ સમન્થા અને વરુણ વચ્ચે સેક્સ દૃશ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. વરુણ અને સમન્થા બહુ જલદી આ વેબ-શોનું શૂટિંગ શરૂ કરશે. આ ન્યુઝને લઈને સોશ્યલ મીડિયા પર ઘણા યુઝર્સ સમન્થા અને વરુણ વચ્ચેનાં ઇન્ટિમેટ દૃશ્યને લઈને સવાલ કરી રહ્યા છે. સ્ટોરી અલગ હોવાથી તેમની વચ્ચે આવાં દૃશ્યો હશે કે નહીં એ વિશે તેઓ સવાલ કરી રહ્યા છે.

Web Series varun dhawan entertainment news samantha ruth prabhu priyanka chopra