Bappi Lahiri: નેટફ્લિક્સની આ આગામી સિરીઝમાં કેમિયોમાં જોવા મળશે બપ્પી દા

27 July, 2022 07:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

`મસાબા મસાબા 2`માં બપ્પી લાહિરી પણ એક કેમિયો હશે

ફાઇલ તસવીર

બોલિવૂડના `ડિસ્કો કિંગ` કહેવાતા સિંગર બપ્પી લાહિરી (Bappi Lahiri)એ 15 ફેબ્રુઆરીએ આ દુનિયાને અલવિદા કહી દીધું. આ પછી 17 ફેબ્રુઆરીએ, બપ્પી દા, મુંબઈના વિલેપાર્લેમાં પવન હંસ સ્મશાનગૃહમાં પંચતત્વમાં વિલીન થઈ ગયા. બપ્પી દાનું નિધન થયાને મહિનાઓ થઈ ગયા છે, પરંતુ તેમના ચાહકો હજુ પણ તેમને યાદ કરે છે. આવી સ્થિતિમાં તેમના ચાહકો માટે એક એવા સમાચાર સામે આવ્યા છે, જેનાથી તેમના ચાહકો ચોક્કસપણે ખૂબ જ ખુશ થશે. બપ્પી દાના ચાહકો તેને ફરી એકવાર સ્ક્રીન પર જોઈ શકશે.

બપ્પી લાહિરીની તસવીર વાયરલ

વાસ્તવમાં, OTT પ્લેટફોર્મ Netflixની લોકપ્રિય સિરીઝમાંથી એક `મસાબા મસાબા` (Masaba Masaba)ની બીજી સીઝન ટૂંક સમયમાં રિલીઝ માટે તૈયાર છે. આ સિરીઝ રિલીઝ પહેલાં જ સમાચારોમાં છે અને આવી સ્થિતિમાં તેના વિશે વધુ એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ સિરીઝ સાથે જોડાયેલી એક તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં નીના ગુપ્તા (Neena Gupta) સાથે દિવંગત ગાયક બપ્પી લાહિરી પણ જોવા મળે છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

બપ્પી દાનો કેમિયો

`મસાબા મસાબા 2`માં બપ્પી લાહિરી પણ એક કેમિયો હશે અને આ પોસ્ટ મસાબા દ્વારા કરવામાં આવી છે. મસાબાએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર એક તસવીર શેર કરી, જેની સાથે તેણે લખ્યું છે કે `શોની આ સીઝનમાં કેટલાક ખાસ કેમિયો છે, પરંતુ બપ્પી દાનો આ કેમિયો સૌથી યાદગાર રહેશે. `મસાબા મસાબા`ની બીજી સીઝન OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર 29 જુલાઈએ રિલીઝ થશે.

નીના રામ કપૂર સાથે જોવા મળશે

સોનમ નાયર દ્વારા નિર્દેશિત અને વાઈનયાર્ડ ફિલ્મ્સ દ્વારા નિર્મિત `મસાબા મસાબા સીઝન 2`માં નીલ ભૂપાલમ, રાયતાશા રાઠોડ, કુશા કપિલા, કરીમા બૈરી, બરખા સિંહ અને અરમાન ખેરા પણ જોવા મળશે.

entertainment news bollywood news netflix bappi lahiri