‘હન્ડ્રેડ’ની સેકન્ડ સીઝનમાં પણ લારા દત્તા

29 April, 2021 12:47 PM IST  |  Mumbai | Rashmin Shah

હૉટસ્ટાર પર આવેલી આ વેબ-સિરીઝમાં રિન્કુ રાજગુરુના સ્થાને આવનારું આ નવું કૅરક્ટર ધૂમ મચાવશે એ પાકું

લારા દત્તા, રિન્કુ રાજગુરુ

ડિઝની પ્લસ હૉટસ્ટાર પર આવેલી કૉમેડી-થ્રિલર વેબ-સિરીઝ ‘હન્ડ્રેડ’ની સેકન્ડ સીઝન ફાઇનલ થઈ ગઈ છે અને એમાં પણ લીડ કૅરૅક્ટર તરીકે લારા દત્તા જ ફાઇનલ કરવામાં આવી છે. પહેલી સીઝનમાં લારા દત્તાએ મહત્ત્વાકાંક્ષી અસિસ્ટન્ટ કમિશનર પોલીસ સૌમ્યા શુક્લાનું કૅરૅક્ટર કર્યું હતું. એ કૅરૅક્ટર આ સેકન્ડ સીઝનમાં કન્ટિન્યુ થશે પણ નેત્રા પાટીલ એટલે કે રિન્કુ રાજગુરુનું કૅરૅક્ટર કાઢીને એની જગ્યાએ નવું કૅરૅક્ટર આવશે, જેનું આયુષ્ય પણ ટૂંકું છે અને સૌમ્યા એનો લાભ લઈને પોતાનાં સપનાં પૂરાં કરવા માટે આગળ વધે છે.

પહેલી સીઝનમાં નેત્રાને એક દિવસ ખબર પડે છે કે તેની પાસે હવે આયુષ્ય નથી એટલે એ પોતાની ઇચ્છાઓ પૂરી કરવાના રસ્તે આગળ વધે છે, જે જર્નીમાં તેને સૌમ્યા શુક્લા મળે છે અને બન્નેની લાઇફમાં મોટી ઊથલપાથલ શરૂ થાય છે. સેકન્ડ સીઝનની થીમ પણ આ જ રહેશે, પણ એમાં ઍક્શન ઉમેરવામાં આવી છે જે સૌમ્યા એટલે કે લારા દત્તા કરશે.

entertainment news Web Series web series Rashmin Shah