લાહોર કૉન્ફિડન્શિયલ ફેબ્રુઆરીમાં

19 January, 2021 04:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાહોર કૉન્ફિડન્શિયલ ફેબ્રુઆરીમાં

લાહોર કૉન્ફિડન્શિયલ

ઝીટીવીના ડિજિટલ પ્લૅટફૉર્મ પર ‘લાહોર કૉન્ફિડન્શિયલ’ હવે ૪ ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મની અગાઉ પણ બે વખત રિલીઝ-ડેટ અનાઉન્સ થઈ હતી, પણ એ પછી ડિજિટલ પ્લૅટફૉર્મના ક્વૉલિટી ડિપાર્ટમેન્ટે ફિલ્મ અટકાવતાં ફિલ્મની રિલીઝ પોસ્ટપોન કરવી પડી. ફિલ્મના લીડ સ્ટારમાં કરિશ્મા તન્ના, રિચા ચઢ્ઢા અને અરુણોદય સિંહ છે. ફિલ્મના રાઇટર હુસેન ઝૈદી છે તો આ ફિલ્મથી ડિરેક્ટર કુણાલ કોહલી પહેલી વાર ડિજિટલ પ્લૅટફૉર્મ પર આવશે.

ભારત-પાકિસ્તાન રિલેશનશિપ દર્શાવતી આ થ્રિલર ફિલ્મના મૂળમાં લવ-સ્ટોરી છે. કેવી રીતે પોતાની લાઇન ક્રૉસ કર્યા વિના અને કોઈ પણ હિસાબે દેશને નુકસાન ન પહોંચે એનું ધ્યાન રાખતાં પ્રેમને આગળ વધારવામાં આવે છે એ વાતને ‘લાહોર કૉન્ફિડન્શિયલ’માં દર્શાવવામાં આવી છે.

entertainment news web series