‘એમ્પાયર’ કુણાલ માટે એક્સાઇટિંગ

29 July, 2021 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આમાં પોતે ખૂબ જ ઝનૂની અને ઇમોશનલી કૉમ્પ્લેક્સ પાત્ર ભજવી રહ્યો હોવાનું કુણાલ કપૂર કહે છે

કુણાલ કપૂર

કુણાલ કપૂરનું કહેવું છે કે ‘એમ્પાયર’માં તે ખૂબ જ ઝનૂની અવતારમાં જોવા મળશે. એમી એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મને કો-ડિરેક્ટ મિતાક્ષરા કુમાર દ્વારા કરવામાં આવી છે. આ એક પિરિયડ ડ્રામા છે.

આ વિશે વાત કરતાં કુણાલ કપૂરે કહ્યું હતું કે ‘આ મારા માટે ચૅલેન્જિંગ હતું પરંતુ મજા આવી હતી. મારા પાત્રના લુક માટે મેકર્સ દ્વારા સ્પેશ્યલ અટેન્શન આપવામાં આવ્યું હતું. આ લુક તેની પર્સનાલિટી માટે એકદમ યુનિક છે. રૉયલ હોવાની સાથે તે ખૂબ જ ઝનૂની અને ઇમોશનલી કૉમ્પ્લેક્સ પાત્ર છે.’

‘એમ્પાયર’એ ભારતમાં પ્રૉડ્યુસ કરાયેલો સૌથી ગ્રાન્ડ શો હશે એવું કહેવામાં આવે છે. ભારતના ડિજિટલ સ્પેસમાં અત્યાર સુધીમાં ‘એમ્પાયર’ જેટલું મોટા સ્કૅલ પરનું પ્રૉડક્શન જોવા ન મળ્યું હોય એવું બની શકે છે.

entertainment news Web Series web series kunal kapoor