મસાબા મસાબામાં સેલ્ફ-ઑબ્સેસ્ડના પાત્રમાં જોવા મળશે કિયારા અડવાણી

13 August, 2020 07:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મસાબા મસાબામાં સેલ્ફ-ઑબ્સેસ્ડના પાત્રમાં જોવા મળશે કિયારા અડવાણી

કિયારા અડવાણી સેલ્ફ-ઑબ્સેસ્ડના પાત્રમાં જોવા મળશે

નેટફ્લિક્સની ‘મસાબા મસાબા’માં કિયારા અડવાણી સેલ્ફ-ઑબ્સેસ્ડના પાત્રમાં જોવા મળશે. ફૅશન-ડિઝાઇનર મસાબા ગુપ્તાની લાઇફ પર આધારિત આ શો છે જેમાં તેની લાઇફ, લવ, કરીઅર, ફૅમિલી અને ફ્રેન્ડશિપ પર પ્રકાશ પાડવામાં આવશે. મસાબાની સાથે આ શોમાં તેની મમ્મી નીના ગુપ્તા પણ જોવા મળશે. આ શોને સોનમ નાયર ડિરેક્ટ અને અશ્વિની યાર્ડી પ્રોડ્યુસ કરી રહી છે. મમ્મી અને દીકરી સાથે આ શોમાં કિયારા પણ એક સરપ્રાઇઝ પાત્રમાં જોવા મળશે. કિયારા એક અભિનેત્રીનું પાત્ર ભજવશે જેને એક ઇવેન્ટ માટે મસાબા તૈયાર કરતી જોવા મળશે. આ વિશે કિયારાએ કહ્યું હતું કે ‘અશ્વિની જ્યારે આ શોનો કન્સેપ્ટ તૈયાર કરી રહી હતી ત્યારે તેણે મને એ વિશે કહ્યું હતું. મને એ ખૂબ જ યુનિક લાગ્યો હતો અને તેણે મને જ્યારે નાનકડું પાત્ર ઑફર કર્યું ત્યારે મેં એને તરત જ સ્વીકારી લીધું હતું. આ શોમાં હું સેલ્ફ-ઑબ્સેસ્ડ વ્યક્તિનું પાત્ર ભજવી રહી છું. મસાબા ખૂબ જ કૂલ છે અને આ સિરીઝ જોવા માટે હું ખૂબ જ આતુર છું.’

entertainment news web series netflix kiara advani