‘ખાકી: ધ બિહાર ચૅપ્ટર’ માટે આઇપીએસ ઑફિસરનો આભાર માન્યો કરણ ટૅકરે

06 December, 2022 03:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિરીઝમાં ૨૦૦૦ના દાયકામાં ઘટેલી બિહારની ઘટનાઓ પર પ્રકાશ પાડવામાં આવી રહ્યો છે.

કરણ ટૅકર અને આઇપીએસ ઑફિસર અમિત લોઢા

કરણ ટૅકરે તેની રિલીઝ થયેલી વેબ-સિરીઝ ‘ખાકી : ધ બિહાર ચૅપ્ટર’ માટે આઇપીએસ ઑફિસર અમિત લોઢાનો આભાર માન્યો છે. આ સિરીઝ વાસ્તવિક ઘટનાઓના ક્રાઇમ-ડ્રામા પર આધારિત છે. કરણ પોલીસ ઑફિસર અને અવિનાશ તિવારી ગૅન્ગસ્ટરના રોલમાં દેખાઈ રહ્યા છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર આ સિરીઝ દેખાડવામાં આવી રહી છે. આ સિરીઝમાં ૨૦૦૦ના દાયકામાં ઘટેલી બિહારની ઘટનાઓ પર પ્રકાશ પાડવામાં આવી રહ્યો છે. પોલીસના રોલ માટે કરણે ફિઝિકલી અને મેન્ટલી પોતાને ટ્રાન્સફૉર્મ કર્યો હતો. એના માટે તેણે વજન પણ વધાર્યું હતું. આઇપીએસ ઑફિસર અમિત લોઢા સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણ ટૅકરે કૅપ્શન આપી હતી, ‘જેને કારણે આ સિરીઝ શક્ય બની તેમનો હું આભાર માનવા માગું છું. તેમની સ્ટ્રગલ્સ વિશે માહિતી ન હોત તો તેમની સ્ટોરી કહેવી શક્ય ન બનત. આઇપીએસ અમિત લોઢા તમારા પ્રયાસ, તમે જે લાઇફ જીવો છો કે જેને હું સાકાર કરી શક્યો એના માટે આભાર. સર, હું તમારો ઋણી છું, ન માત્ર એક ઍક્ટર તરીકે પરંતુ એક નાગરિક તરીકે પણ. તમારા જેવા બહાદુરોને કારણે પુરુષો અને સ્ત્રીઓ સલામત છે. જય હિન્દ.’

entertainment news Web Series karan tacker zee5