ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવા તૈયાર છે કપિલ શર્મા

06 January, 2021 07:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવા તૈયાર છે કપિલ શર્મા

કપિલ શર્મા

કપિલ શર્મા વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર એન્ટ્રી કરવાનો છે. જોકે તેનો આ પ્રોજેક્ટ કૉમેડી, સ્પેશ્યલ સિરીઝ કે પછી ફિલ્મ રહેવાનો છે એની માહિતી હજી સુધી નથી મળી. એ વિશે કપિલ શર્માએ કહ્યું હતું કે ‘નેટફ્લિક્સ સાથે પહેલી વખત કામ કરવાને લઈને હું સુપર એક્સાઇટેડ છું. 2020 વિશ્વના તમામ લોકો માટે ઉતાર-ચડાવ ભરેલું રહ્યું હતું. મારો ઉદ્દેશ છે કે લોકો પોતાની ચિંતા છોડીને નવા વર્ષનું સ્વાગત પ્રેમ, હસીખુશી અને સકારાત્મકતા સાથે કરે. હું હંમેશાંથી ચાહતો હતો કે હું વિશાળ પ્લૅટફૉર્મ પર દેખાઉં, પરંતુ મારી પાસે તેમનો નંબર નહોતો. આ પ્રોજેક્ટ મારા દિલની ખૂબ નજીક છે. મારા ફૅન્સ સાથે વધુ માહિતી શૅર કરવા માટે હું ઉત્સાહિત છું.’

entertainment news bollywood bollywood news web series kapil sharma netflix