આશુ પટેલની બુક પરથી વેબ સીરિઝ બનાવશે જયંત ગિલાટર

22 January, 2020 06:10 PM IST  |  મુંબઈ

આશુ પટેલની બુક પરથી વેબ સીરિઝ બનાવશે જયંત ગિલાટર

આશુ પટેલની 50મી બુક થઈ લૉન્ચ

જાણીતા પત્રકાર-લેખક આશુ પટેલના પચાસમા પુસ્તક ‘રેશુ’નું મુંબઈના જુહુ વિસ્તારસ્થિત પ્રખ્યાત ગ્રંથ બુક સ્ટોરમાં 14મી સપ્ટેમ્બરની સાંજે અનેક નામી ભારતીય ફિલ્મ જગતના નામી અભિનેતા-અભિનેત્રીની હાજરીમાં લોકાર્પણ થયું. આશુ પટેલ અને સહલેખિકા હીર ખાંટ દ્વારા લિખિત આ અંગ્રેજી નોવેલ એનઆરઆઈ બિઝનેસ ટાઈકૂન  રિઝવાન આડતિયાના જીવન સંઘર્ષ આધારિત છે. આ પ્રસંગે ‘ચોક એન્ડ ડસ્ટર’ ફિલ્મ ફેમ ફિલ્મ ડિરેક્ટર જયંત ગિલાટરે આ નોવેલ પરથી વેબ સિરિઝ બનાવવાની જાહેરાત કરી હતી.

આશુ પટેલનું પચાસમુ પુસ્તક જાણીતી પ્રકાશન કંપની ‘શ્રી બુક સેન્ટર’ દ્વારા પ્રકાશિત થયું છે. જેનું લોકાર્પણ ખગોળવિજ્ઞાની ડૉક્ટર જે. જે. રાવલ, ફિલ્મ નિર્માતા જયંતીલાલ ગડા, ડિરેક્ટર અબ્બાસ-મસ્તાન અને ડિરેક્ટર જયંત ગિલાટરના હસ્તે ગ્રંથ બુક સ્ટોર ખાતે થયું હતું.

આ પ્રસંગે વિખ્યાત લેખિકા વર્ષા અડાલજા, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ અભિનેત્રી નેહા મહેતા, અને પ્રસિદ્ધ અભિનેત્રી સુજાતા મહેતા સહિત અનેક સેલિબ્રિટિઝે પણ હાજરી આપી હતી. આશુ પટેલનું પચાસમુ પુસ્તક ‘રેશુ’ એનઆરઆઈ બિઝનેસ  અને દાનવીર એવા રિઝવાન આડતિયાના પ્રેરણાદાયી જીવન આધારિત છે. જીવનની કોઈ પણ સ્થિતિમાં તમારે તમારા સપનાં છોડવા જોઇએ નહીં, એવો બોધપાઠ આપતું આ પુસ્તક પ્રેરણાદાયી છે. રિઝવાન આડતિયા આરએએફ (રિઝવાન આડતિયા ફાઉન્ડેશન)ના સ્થાપક અને ચેરમેન છે. રિઝવાન આડતિયા અને આશુ પટેલ બંને મૂળ વતની પોરબંદરના છે. આ પુસ્તકના લોકાર્પણ દિને જ આડતિયાનો પચાસમો જન્મદિન હતો જે એક યોગાનુયોગ સંયોગ બની રહ્યો.

તમારા જન્મદિને તમારા જ જીવનચરિત્ર પર નોવેલરૂપે પુસ્તક લોકાર્પણ થાય તેનાથી વિશેષ બર્થડે ગિફ્ટ બીજી કશું જ ન હોઈ શકે. આ ભેટ બદલ હું ખરેખર લેખકમિત્ર આશુ પટેલનો આભારી છું. આ પ્રસંગે તેમના રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા ભારતભરમાં પચાસ હજારથી વધુ વૃક્ષારોપણનો સંકલ્પ લેવામાં આવ્યો છે.

આ પ્રસંગના ગણતરીના કલાકો બાદ આશુ પટેલના પચાસમા પુસ્તકનું હોટલ ‘તાજ લેન્ડસ એન્ડ’માં પણ  લોન્ચિંગ થયું હતું, જેમાં પ્રસિદ્ધ અભિનેત્રી નેહા મહેતાના સંચકાન હેઠળ બોમ્બે સ્ટોક એક્સચેન્જના સીઈઓ અને એમડી આશિષકુમાર ચૌહાણ, જાણીતા અભિનેત્રી અપરા મહેતા, ફિલ્મ લેખક-દિગ્દર્શક સંજય છેલ, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દિગ્દર્શક હર્ષદ જોશી સહિત વિવિધ ક્ષેત્રોની હસ્તીઓ હાજર રહી હતી. જ્યાં રિઝવાન આડતિયાના પચાસમા બર્થડેની અને આશુ પટેલના પચાસમા પુસ્તકની ઉજવણી કરાઈ હતી.

બીજા દિવસે પોરબંદરમાં પણ રિઝવાન આડતિયાના બર્થડેની ઉજવણી સાથે આ પુસ્તકનું લોકાર્પણ કરાયું હતું, જેમાં બોલીવૂડ-ટીવી એક્ટર દયાશંકર પાંડે, જાણીતા હાસ્યકાર મિલન ત્રિવેદી  રાજકીય નેતા અર્જુન મોઢવાડિયા, રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી અકબર સોરઠિયા, ઉધ્યોગપતિ પદુભાઈ રાયચુરા અને પોરબંદર જેસીઆઈના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરણિયા સહિત અનેક જાણીતી વ્યક્તિઓ હાજર રહી હતી.

આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી.આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

આશુ પટેલ વિવિધ પ્રતિષ્ઠિત અખબારોના તંત્રીપદે રહી ચૂક્યા છે. અમેરિકા સહિતના અનેક દેશોના વિશેષ મહેમાન તરીકે એ દેશોની મુલાકાત લઈ ચૂક્યા છે. નામાંકિત બૉલીવૂડ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા આશુ પટેલની સફળ નોવેલ ‘મેડમ  એક્સ’ પરથી ફિલ્મ બનાવી રહ્યા છે. દિગ્દર્શક જયંત ગિલાટર પણ આશુ પટેલની અન્ય એક પ્રસિદ્ધ નોવેલ ‘બાત એક રાત કી’ પરથી ફિલ્મ બનાવી રહ્યા છે. આશુ પટેલ જયંત ગિલાટરની બિગ બજેટ ગુજરાતી ફિલ્મ ‘ગુજરાત 11’માં પણ ક્રિએટીવ પ્રોડ્યુસર છે.

dhollywood news gujarat