ગૌતમ મેનનની ક્વીનની સ્ક્રિપ્ટની રિયલિટી ચકાસી છે એક પત્રકારે

22 January, 2020 07:08 PM IST  |  મુંબઈ | રશ્મિન શાહ

ગૌતમ મેનનની ક્વીનની સ્ક્રિપ્ટની રિયલિટી ચકાસી છે એક પત્રકારે

એમએક્સ પ્લેયર પર રિલીઝ થનારી જયલલિતાની લાઇફ પર આધારિત વેબ-સિરીઝ ‘ક્વીન’માં જયલલિતાના રાજકીય જીવનની કોઈ વાત ખોટી રીતે રજૂ ન થઈ જાય અને એ અંદરની વાતો પણ વેબ-સિરીઝમાં સમાવેશ થઈ શકે એવા હેતુથી આખી સ્ક્રિપ્ટ દેશના એક જાણીતા જર્નલિસ્ટ પાસે રિયલિટી ચેક કરવા માટે મૂકવામાં આવી હતી. હૉલીવુડમાં આ પ્રકારના કન્સેપ્ટ ચાલુ છે, જેને સ્ક્રિપ્ટ ડૉક્ટરિંગ કહેવામાં આવે છે.

નૅશનલ મીડિયા સાથે જોડાયેલા એ પત્રકારે ‘ક્વીન’નું સ્ક્રિપ્ટ ડૉક્ટરિંગ કર્યા પછી એમાં સુધારાવધારા સૂચવ્યા, જેને ડિરેક્ટર ગૌતમ મેનન અને રાઇટિંગ ટીમે સ્ક્રિપ્ટમાં સામેલ કર્યા અને એ સ્ક્રિપ્ટ ફરીથી વાંચી સંભળાવવામાં આવી અને એને એ પછી અપ્રૂવલ મળ્યું એટલે એ ફાઇનલ સ્ક્રિપ્ટ શૂટિંગ માટે મોકલવામાં આવી. રિયલિટી ચેક કરાવીને કોઈ વેબ-સિરીઝ ડિઝાઇન કરાવવામાં આવી હોય એવી આ પહેલી ઘટના છે જેમાં ઑફિશ્યલ જર્નલિસ્ટને સામેલ કરવામાં આવ્યા હોય અને તેના અપ્રૂવલ પછી સ્ક્રિપ્ટ શૂટ થઈ હોય.

આ પણ વાંચોઃ રાજકારણીથી લઈ બોલીવુડ સુધી, જાણો કેટલું ભણેલા છે તમારા ફેવરિટ સેલિબ્રિટીઝ

Rashmin Shah j jayalalithaa entertaintment