ગંગાદેવી જેટલી સારી એટલી જ ચાલાક પણ છે : સીમા પાહવા

23 September, 2022 03:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે નેટફ્લિક્સની ‘જામતારા’ની બીજી સીઝનમાં ગંગાદેવીના પાત્રમાં જોવા મળશે

સીમા પાહવા

સીમા પાહવાનું કહેવું છે કે ગંગાદેવી જેટલી સારી એટલી જ ચાલાક પણ છે. તે નેટફ્લિક્સની ‘જામતારા’ની બીજી સીઝનમાં ગંગાદેવીના પાત્રમાં જોવા મળશે. આ શોની પહેલી સીઝનમાં નવા ચહેરાઓને દેખાડવામાં આવ્યા હતા એમ છતાં એને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.

જોકે બીજી સીઝનને એના કરતાં વધુ ગ્રૅન્ડ બનાવવામાં આવી છે અને એમાં વધુ જાણીતા ચહેરાને પણ પસંદ કરવામાં આવ્યા છે. આ ચહેરામાં સીમા પાહવાનો પણ સમાવેશ થાય છે. આ વિશે વાત કરતાં સીમાએ કહ્યું કે ‘ગંગાદેવી તેનાં લક્ષણ અને વિશિષ્ટતાને કારણે ખૂબ જ યુનિક છે. તે ખૂબ જ ફની, પરંતુ એટલી જ ખતરનાક પણ છે. તે જેટલી સારી એટલી જ ચાલાક પણ છે. બે પ્રકારની ઇમેજ ભજવવાનું ખૂબ જ સંતોષ આપે છે. આ પાત્ર એટલું સ્ટ્રૉન્ગ છે કે મને ગંગાદેવીનું પાત્ર ભજવવાની મજા આવી હતી. ઍક્ટિંગની જ્યારે વાત આવે ત્યારે હું ફક્ત મારા પાત્રને જ જોઉં છું. હું ઘણાં ઇમોશન્સને કેવી રીતે એક્સપ્લોર કરું એના પર ફોકસ કરું છું. મેં ગંગાદેવીને ખૂબ જ એન્જૉય કરી છે.’

entertainment news Web Series web series netflix