શાહરુખથી પ્રેરિત થઈને ગૉડફાધર વગર દિલ્હીથી મુંબઈ આવ્યો હતો તાહિર રાજ ભસીન

17 January, 2022 08:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાહિર રાજ ભસીન માટે શાહરુખ ખાન હંમેશાંથી સ્ટ્રેન્થનું માધ્યમ બનેલી છે. તે શાહરુખનો મોટો ફૅન છે.

તાહિર રાજ ભસીન

તાહિર રાજ ભસીન માટે શાહરુખ ખાન હંમેશાંથી સ્ટ્રેન્થનું માધ્યમ બનેલી છે. તે શાહરુખનો મોટો ફૅન છે. બૉલીવુડના બાદશાહ બનવાની શાહરુખની જર્ની તેને હંમેશાંથી પ્રેરણા આપે છે. શાહરુખ પ્રતિ પોતાની ભાવના વ્યક્ત કરતા તાહિરે કહ્યું કે ‘મને લાગે છે કે ભારતના જેટલા પણ ઉભરતા કલાકારો છે તેમની ઇચ્છા એ જ હોય છે કે તેમને પણ શાહરુખ ખાન જેટલો જ પ્રેમ અને ફૅન ફોલોઈંગ મળે. શાહરુખ ન માત્ર એક મેગા સ્ટાર છે, પરંતુ એક ઇમોશન છે. મારા માટે તો શાહરુખ ખાન સર હંમેશાંથી પ્રેરણાદાયી રહ્યા હતા અને તેમની જર્ની મારા માટે સ્ટ્રેન્થનું માધ્યમ રહ્યું છે. તેમની જેમ જ હું પણ નવી દિલ્હીથી મુંબઈ આવ્યો હતો. તે આઉટસાઇડર હતો, કોઈ ગૉડફાધર નહોતા અને એમાં પણ કોઈ વાત છુપી નથી કે હું જ્યારે મુંબઈ આવ્યો ત્યારે બૉલીવુડની કોઈ એક વ્યક્તિને પણ નહોતો ઓળખતો.’
તેનો શો ‘યે કાલી કાલી આંખે’ હાલમાં જ રિલીઝ થયો છે. એ વિશે તાહિરે કહ્યું કે ‘પાવરફુલ પર્ફોર્મન્સ આપવા માટે મને દર્શકોનો પ્રેમ અને વિશ્વાસ આગળ ધપાવે છે. હું હવે ‘યે કાલી કાલી આંખે’માં રોમૅન્ટિક રોલ કરી રહ્યો છું. આ ખરેખર ખૂબ જ સુંદર સંયોગ છે કે ‘બાઝીગર’નાં એ સૌથી મોટા ચાર્ટબસ્ટરના ટાઇટલ પરથી છે. મેં જ્યારે આ શોનું નામ સાંભળ્યુ તો મારા કાન પર મને વિશ્વાસ બેઠો નહીં. જે શાહરુખને દિલથી માન આપે છે અને આદર્શ માને છે એના માટે રિયલ રહેવુ સારી બાબત છે. આ શોમાં પ્રેમની જટિલતા, બદલો અને દંડને કારણે શોનું ટાઇટલ બરાબર બંધ બેસે છે. એ એક કાવ્ય છે. મને યાદ છે કે મને જ્યારે આ પ્રોજેક્ટ ઑફર કરવામાં આવ્યો તો એક મહિના કરતા પણ વધુ સમય સુધી હું એ ગીત દરરોજ સાંભળતો હતો. એ મને આનંદિત કરતો હતો. મને એવુ લાગતુ હતું કે જો હું શાહરુખના ગીતના ટાઇટલવાળો આ પ્રોજેકટ કરીશ તો હું ઇન્ડસ્ટ્રીમાં આવી જઈશ. રોમૅન્ટિક રોલ કરીને મેં એ જર્નીને ખૂબ એન્જૉય કરી હતી. એમાં પણ શાહરુખનું બ્લૉકબસ્ટર ગીત હોય તો એ સોનામાં સુગંધ ભળવા જેવા બાબત છે.’

bollywood news