મમ્મીનો કયા અહેસાનનો બદલો અમિત સિયાલ આખી જિંદગી ચૂકવી નહીં શકે?

26 April, 2021 11:21 AM IST  |  Mumbai | Nirali Dave

‘ઇનસાઇડ એજ’નો દેવેન્દ્ર મિશ્રા શૅર કરે છે પોતાની લાઇફનો ટર્નિંગ પૉઇન્ટ

અમિત સિયાલ

‘ગુડ્ડુ રંગીલા’, ‘રેઇડ’ અને ‘સોનચીડિયા’ સહિતની ફિલ્મોમાં દેખાઈ ચૂકેલો અને ઍમેઝૉન પ્રાઇમની ‘ઇનસાઇડ એજ’ વેબ-સિરીઝથી લોકપ્રિય થયેલો ઍક્ટર અમિત સિયાલ તાજેતરમાં ૨૩મીએ રિલીઝ થયેલી સોની લિવની સિરીઝ ‘કાઠમાંડુ કનેક્શન’માં લીડ કૅરૅક્ટર ભજવી રહ્યો છે. તેના કૅરૅક્ટરનું ડીસીપી સમર્થ કૌશિકનું છે.

અમિત કહે છે, ‘મારું પાત્ર સેલ્ફ આૉબ્સેસ્ડ છે, એટલું કે તેના સ્વભાવને કારણે તેની અંગત જિંદગી બગડી ચૂકી છે. તે જે કેસનું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યો છે એના તાણાવાળા મુંબઈના બ્લાસ્ટ સાથે જોડાયેલા છે અને કાઠમાંડુમાં જઈને ખૂલે છે. આ પ્રકારની વાર્તા હોવાથી અમે જુદાં-જુદાં શહેરમાં જઈને શૂટિંગ કર્યું હતું.’

‘કાઠમાંડુ કનેક્શન’નું શૂટિંગ પહેલી કોરોના-લહેર બાદ થયું છે. અમિત સિયાલ કહે છે, ‘અમારું શૂટિંગ રોલર કોસ્ટર રાઇડ જેવું રહ્યું. અચાનક શૂટિંગ બંધ થઈ જતું, તો ક્યાંક એની જગ્યા બદલાઈ જતી. ક્યાંક પરમિશનનો પ્રૉબ્લેમ થતો, પણ ટીમ મજબૂત હતી અને નક્કી હતું કે સિરીઝ તો બનાવવી જ છે.’

અમિત સિયાલ મૂળ યુપીના કાનપુરનો છે. ઍક્ટિંગ-ફીલ્ડમાં આવવાનું શ્રેય તે મમ્મીને આપે છે. કહે છે, ‘હું સ્કૂલમાં હતો ત્યારે જ મારી મમ્મીને થયું કે હું કાનપુરમાં રહીશ તો ખોટી સંગતમાં પડી જઈશ! તેમણે મને દિલ્હી મોકલ્યો ભણાવવા અને આજે હું કહું છું કે મારી માનો આ અહેસાનું હું જિંદગીભર નહીં ભૂલું. આમ તો માબાપનો અહેસાન આપણે ચૂકવી જ ન શકીએ, પણ મારા માટે આ ખાસ છે. કેમ કે દિલ્હીમાં મેં એક આખી નવી જ દુનિયા જોઈ. ત્યાં મેં મારી લાઇફનું પહેલું પ્રોફેશનલ થિયેટર ગ્રુપ જૉઇન કર્યું અને પછી ઍક્ટિંગ-કરીઅરમાં આગળ વધ્યો.’

entertainment news Web Series web series nirali dave