ફ્રૅક્ચર હોવા છતાં શાંતિ નથી શિલ્પાને

17 August, 2022 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેબ-સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં સ્ટન્ટ કરી રહી હતી એ વખતે તેને પગમાં ગંભીર ઈજા થઈ હતી એને કારણે તેને ૬ અઠવાડિયાં આરામ કરવાની સલાહ આપવામાં આવી છે

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી કુન્દ્રાનું કહેવું છે કે પગમાં ફ્રૅક્ચર હોવા છતાં મને શાંતિ નથી. વેબ-સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં સ્ટન્ટ કરી રહી હતી એ વખતે તેને પગમાં ગંભીર ઈજા થઈ હતી એને કારણે તેને ૬ અઠવાડિયાં આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. આ સિરીઝને રોહિત શેટ્ટીએ પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરી છે. એમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઑબેરૉય પણ જોવા મળશે. ફોટો શૅર કરીને શિલ્પાએ કૅપ્શન આપી હતી, ‘મને યાદ છે ત્યાં સુધી હું હંમેશાં નૉન-સ્ટૉપ કામ કરી રહી છું. પગમાં ઈજા થઈ હોવાથી હું આઉટ ઑફ ઍક્શન થઈ હોવાથી ૬ અઠવાડિયાંનો આરામ કરવું મારા માટે એલિયન જેવું છે. મારા પગમાં ફ્રૅક્ચર હોવા છતાં હું શાંતિથી નથી બેસી શકતી. મને ખબર છે કે કોઈ પણ અવરોધ આવે હું પોતાની જાતને પાછળ નહીં ઢકેલું. આપણી લાઇફમાં આવેલી મુશ્કેલીઓમાંથી કામ કરવાનો રસ્તો શોધવો એ મારી સૌથી સારી સ્કિલ છે. કોઈ પણ વસ્તુ તમને ડિમોટિવેટ કરે એવું ન થવા દઉં. તમારા ગોલ પર કામ કરવા માટે પોતાને તૈયાર કરો. પરિણામ શું આવશે એ ન વિચારો.’

entertainment news shilpa shetty rohit shetty Web Series web series