પુરુષના શૂટિંગ દરમ્યાન હું નર્વસ હતી : ગલકી જોશી

12 May, 2020 08:49 PM IST  |  Ahmedabad | Mumbai Correspondence

પુરુષના શૂટિંગ દરમ્યાન હું નર્વસ હતી : ગલકી જોશી

ગલકી જોશી

દર્શકોનું મનોરંજન કરવા માટે ડિજિટલ પ્લૅટફૉર્મ ઝી ફાઇવ નવતર પ્રયોગ કરી રહ્યું છે. શૉર્ટફિલ્મ ફેસ્ટિવલ જેવો પ્રોગ્રામ લૉન્ચ કર્યા બાદ ઝી ફાઇવે ‘ઝી થિયેટર’ અંતર્ગત નાટકોને ડિજિટાઇઝ કરીને ટેલિપ્લે રિલીઝ કર્યાં છે; જેમાં ‘અગ્નિપંખ’, ‘સવિતા દામોદર પરાંજપે’, ‘રૉન્ગ ટર્ન’, ‘ધ બિગ ફૅટ સિટી’, ‘સંધ્યા છાયા’, ‘ડૉલ્સ હાઉસ’, ‘પુરુષ’ વગેરેનો સમાવેશ છે. ‘પુરુષ’ ટેલિપ્લે પુરુષપ્રધાન સમાજમાં મહિલાઓની સ્થિતિ દર્શાવે છે. આ પ્લેમાં હાલમાં સબ ટીવીની ‘મૅડમ સર’માં મહત્ત્વનો રોલ ભજવતી ગલકી જોશી લીડ રોલમાં છે. ગલકી ઉપરાંત, આશુતોષ રાણા, પારોમીતા ચૅટરજી, નેહા સરાફ જેવા કલાકારો પણ મહત્ત્વના રોલમાં છે. અંબિકા (ગલકી જોશી) નામની યુવતી પર બળાત્કાર થયા બાદ તે ગુનેગારો સામે લડવાનું નક્કી કરે છે ત્યારે તેને પિતૃસત્તાક સમાજમાં અનેક અડચણોનો સામનો કરવો પડે છે. ગલકીએ પોતાના રોલ અવિશે જણાવ્યું કે ‘આશુતોષ રાણા જેવા દિગ્ગજ કલાકાર સાથે કામ કરવાનું હતું એથી હું શરૂઆતમાં નર્વસ અને થોડી ભયભીત પણ હતી. જોકે પછી હું એકદમ કમ્ફર્ટેબલ થઈ ગઈ અને મને અભિનય બાબતે ઘણું શીખવા મળ્યું.’

અંબિકા એક સોશ્યલ ઍક્ટિવિસ્ટ હોય છે જેના પર બળાત્કાર થાય છે. એક રેપ-વિક્ટિમનું પાત્ર ભજવતી વખતે હું બહુ ઇમોશનલ થઈ ગઈ હતી અને સીન પૂરો થયા બાદ પણ હું એમાંથી બહાર નીકળી શકી નહોતી.- ગલકી જોશી

ahmedabad