ઍક્ટર બનવા માટે ઍડ્વર્ટાઇઝિંગ એજન્સી છોડી હતી રિદ્ધિ ડોગરાએ

21 December, 2022 03:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે હવે ‘પિચર્સ’ની સેકન્ડ સીઝનમાં જોવા મળવાની છે

રિદ્ધિ ડોગરા

ઍક્ટર બનવા માટે ઍડ્વર્ટાઇઝિંગ એજન્સી છોડી હતી રિદ્ધિ ડોગરાએ રિદ્ધિ ડોગરાનું કહેવું છે કે તેણે ઍક્ટર બનવા માટે ઍડ્વર્ટાઇઝિંગ એજન્સીને છોડી હતી. તે હવે ‘પિચર્સ’ની સેકન્ડ સીઝનમાં જોવા મળવાની છે. આ વિશે વાત કરતાં રિદ્ધિએ કહ્યું કે ‘મને હજી પણ યાદ છે કે હું ખૂબ જ મહેનતથી કામ કરી રહી હોવા છતાં મારો બૉસ મને ડિક્ટેટ કરતો હતો કે આ યોગ્ય નથી અને આ ખોટું છે. ઘણી વાર મને લાગતું હતું કે શું સાચું છે કે ખોટું એ નક્કી કરવાવાળો એ કોણ છે? ક્રીએટિવિટી સબ્જેક્ટિવ છે. એ દિવસે મેં નક્કી કર્યું હતું કે મારે જૉબ છોડવી છે, કારણ કે હું ત્યાં કામ કરવા લાયક નથી. હું ઍક્ટર છું અને આ મારું સ્ટાર્ટ અપ છે. મેં કમ્ફર્ટેબલ જૉબ એટલે કે મારા કોમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને ઍક્ટર બનવાનું નક્કી કર્યું છે.’

entertainment news Web Series zee5