‘ફર્ઝી’માં મારો રોલ પાવરફુલ મહિલાનો છે : રાશિ ખન્ના

10 January, 2023 05:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વેબ-સિરીઝ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ૧૦ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

રાશિ ખન્ના

રાશિ ખન્નાનું કહેવું છે કે ‘ફર્ઝી’માં તેનો રોલ પાવરફુલ મહિલાનો છે. આ વેબ-સિરીઝ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ૧૦ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. એને રાજ અને ડીકેએ બનાવી છે. રાશિએ પોતાના પાત્રનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યું છે. આ સિરીઝમાં પોતાના કૅરૅક્ટર વિશે રાશિએ કહ્યું કે ‘અમારી સખત મહેનતનું ફળ છે ‘ફર્ઝી’ અને મારી લાઇફનો આ સ્પેશ્યલ રોલ છે. પોસ્ટરમાં મારા કૅરૅક્ટરની સ્ટ્રેંગ્થ, પાવર અને આત્મવિશ્વાસને સચોટતાથી દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પુરુષપ્રધાન સમાજમાં એક મહિલા તેના અસ્તિત્વને ટકાવી રાખવા માટે જાતે જ માર્ગ શોધી કાઢે છે. તે પાવરફુલ મહિલા છે અને રાજ અને ડીકેની પ્રબળ મહિલાનો પુરાવો છે. દર્શકોને ‘ફર્ઝી’ની દુનિયા દેખાડવા માટે ઉત્સુક છું.’

Web Series entertainment news amazon prime