‘ફૌદા’નો લિઓર રાઝ છે આયુષમાનનો ફૅન

02 December, 2022 05:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગોવામાં આયોજિત આ ફેસ્ટિવલમાં લિઓર અને આયુષમાનની મુલાકાત થઈ હતી.

લિઓર રાઝ

‘ફૌદા’માં જોવા મળેલા લિઓર રાઝ આયુષમાન ખુરાનાનો ફૅન છે. આ વાત તેણે ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં કહી હતી. આ થ્રિલરનું પ્રીમિયર આ ફેસ્ટિવલમાં કરવામાં આવ્યું હતું. ગોવામાં આયોજિત આ ફેસ્ટિવલમાં લિઓર અને આયુષમાનની મુલાકાત થઈ હતી. આયુષમાનને એ દરમ્યાન લિઓરે જણાવ્યું કે તે તેનો મોટો ફૅન છે. આ ફેસ્ટિવલમાં આયુષમાનને હિન્દી સિનેમાનો ‘બિગેસ્ટ ડિસર્પ્ટર’ અને ‘ગેમ ચેન્જર’ તરીકે સન્માનિત કરવામાં આવ્યો હતો. 

entertainment news Web Series ayushmann khurrana israel